- બાઇકસવારે અભિનેત્રીની કારનો કાચ તોડી નાખ્યો : ભાજપના પ્રહારો
- કોલકાતાના માર્ગો પર મહિલાઓની સુરક્ષા ક્યાં છે?
- દરમિયાન ભાજપે પાયલ મુખરજી પરના હુમલાની નિંદા કરી છે અને મમતા સરકાર પર સવાલ ઉઠાવ્યો છે
કોલકાતાથી વધુ એક પરેશાન કરનારી ઘટના સામે આવી છે, જેમાં એક બાઇકસવારે સુપ્રસિદ્ધ બંગાળી અભિનેત્રીની કાર પર હુમલો કર્યો હતો. આરોપો અનુસાર બાઇક સવારે અભિનેત્રીની કાર પર મુક્કો મારીને તેનો કાચ તોડી નાખ્યો હતો અને કારમાં બેઠેલી અભિનેત્રી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટના શુક્રવારે સાંજે સાઉથ કોલકાતાના સધર્ન એવન્યૂમાં સર્જાઈ હતી. આ ઘટના દરમિયાન અભિનેત્રીએ પોતાની ફેસબુક પ્રોફાઇલ પર લાઇવ સ્ટ્રીમિંગ શરૂ કરી દીધું હતું અને સમગ્ર ઘટના પોતાના ચાહકોને દેખાડી હતી. આ વીડિયોમાં દેખાય છે કે અભિનેત્રી રડતા રડતાં પોતાની કારનો તૂટેલો કાચ દેખાડે છે અને જણાવે છે કે કોલકાતાના માર્ગો પર મહિલાઓની સુરક્ષા ક્યાં છે? બાઇકસવારે મને કાચ ખોલવા જણાવ્યું હતું, પણ મેં ખોલી ન હતી તેથી તેણે મુક્કો મારીને કાચ તોડી નાખ્યો હતો અને કાચના ટુકડા મને પણ વાગ્યા હતાં. લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન અનેક લોકોએ કોલકાતા પોલીસને ટેગ કરી હતી. સોશિયલ મીડિયા પરથી માહિતી પ્રાપ્ત થયા બાદ કોલકાતા પોલીસની એક ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આરોપીની ધરપકડ કરી લીધી હતી. દરમિયાન ભાજપે પાયલ મુખરજી પરના હુમલાની નિંદા કરી છે અને મમતા સરકાર પર સવાલ ઉઠાવ્યો છે.
ઘટના અંગે પોલીસ શું કહે છે?
પોલીસના સૂત્રો અનુસાર આરોપી બાઇકસવારે કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો કેમ કે તેનો આરોપ છે કે પાયલની કારે તેને ટક્કર મારી હતી. જ્યારે પાયલે કાર રોકી નહીં ત્યારે
બાઇકસવારે જોધપુર પાર્ક વિસ્તારમાં તેણીની કારને બળજબરી પૂર્વક રોકી હતી, તે ગુસ્સામાં બરાડા પાડતો બાઇક પરથી ઊતર્યો હતો અને મુક્કો મારીને પાયલની કારના કાચને તોડી નાખ્યો હતો. આરોપી કોલકાતાની કમાન્ડ હોસ્પિટલમાં જુનિયર કમિશન અધિકારી હોવાનું કહેવાય છે. પોલીસે તેની ધરપકડ કરી અનેક કલમો હેઠળ તેના પર કેસ દાખલ કર્યો છે.
Source link