ENTERTAINMENT

Bollywood News: પ્રથમ કરવા ચોથ પર સોનાક્ષી સિંહા આ પરિધાનમાં આવી નજર

બોલિવૂડના અભિનેત્રી સોનાક્ષી સિંહાએ પોતાની પ્રથમ કરવા ચોથે પતિ ઝહીર ઈકબાલની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરી છે. સોનાક્ષી સિંહાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર લાલ સાડી અને સિંદૂર લગાવેલા ફોટા શેર કર્યા છે. સોનાક્ષી અને ઝહીરે આ વર્ષે જૂન મહિનામાં કોર્ટ મેરેજ કર્યા હતા. સોશિયલ મીડિયા ઉપર સોનાક્ષી સિંહાના આ લૂકને લઈ લોકએ ખૂબ વખાણ કર્યા છે. આ ઉપરાંત લોકોએ પૂછ્યું કે ઝહીર ઈકબાલ અત્યારે ક્યાં છે.
આજે દેશમાં પરિણીત મહિલાઓ કરવા ચોથનું પર્વ હોવાથી પોતાના પતિ માટે ભગવાનને પ્રાર્થના કરી રહી છે. ઉપવાસનું વ્રત રાખી રહી છે. પરિણીતી ચોપડા, શિલ્પા શેઠ્ઠી, સોનમ કપૂર, ભાગ્યશ્રી, રવીના ટંડન સહિત બોલિવૂડની ઘણી અભિનેત્રીએ આ પર્વને ઉજવણી રહી છે. જ્યારે સોનાક્ષી સિંહાએ પણ લગ્ન પછી પ્રથમ કરવા ચોથનું વ્રત રાખ્યું છે. તેને સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો શેર કર્યો છે. જેમાં તે એકદમ ભારતીય મહિલા લાગી રહી છે.
બોલિવૂડની અભિનેત્રી સોનાક્ષી સિંહાએ જૂન-2024માં અભિનેતા ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા હતા. તે કોર્ટ મેરેજ હતા. પરંતુ પિતા શત્રુઘ્ન સિંહા અને માતા પૂનમસિંહાએ કન્યાદાન કર્યું હતું. ઘણા વીડિયો સામે આવ્યા હતા. અભિનેતાના પિતાએ કહ્યું હતું કે તેમની પુત્રવધૂ પોતાનો ધર્મ બદલશે નહીં. આવી સ્થિતિમાં જ્યારે રિસેપ્શન થયું ત્યારે સોનાક્ષી લાલ સાડી પહેરેલી અને સિંદૂર પહેરેલી જોવા મળી હતી. તે જ સમયે, હવે તેણે કરવા ચોથ પર પણ બધાને ચોંકાવી દીધા છે.
કરવા ચોથ પર સોનાક્ષી સિન્હાનો ફર્સ્ટ લૂક
અભિનેત્રી સોનાક્ષી સિંહાએ તેના બે ફોટા પોસ્ટ કર્યા છે. આમાં તેણે લાલ રંગની સાડી પહેરી છે અને તેના ગળામાં મંગળસૂત્ર છે. કપાળ પર લાલ ટપકું છે અને કપાળ સિંદૂરથી ભરેલું છે. આ સાથે તેણે કેપ્શન લખ્યું, ‘ઝહીર ઈકબાલ, હું આજે અને દરરોજ તમારા લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરું છું. હેપ્પી કરવા ચોથ મારા પતિ.
લોકોએ સોનાક્ષીના વખાણ કરી પતિ વિશે પૂછયું
સોશિયલ મીડિયા ઉપરર લોકોએ આ પોસ્ટ પર કોમેન્ટ કરી છે. એકે લખ્યું, ‘આ સિંદૂર તને વધુ સુંદર બનાવી રહ્યું છે.’ એકે કહ્યું, ‘કોઈ આટલું સુંદર કેવી રીતે હોઈ શકે?’ એકે કહ્યું, ‘એ તો ઠીક પણ તારા પતિ ક્યાં છે?’ જ્યારે અન્ય લોકોએ અભિનેત્રીના ભરપેટ વખાણ કર્યા છે અને રેડહાર્ટ અને ફાયર ઈમોજીસ દ્વારા પ્રેમનો વરસાદ કર્યો છે. વેલ, આ પહેલીવાર નથી જ્યારે તે પરિણીત અવતારમાં જોવા મળી હોય. આ પહેલા પણ તેને આ લૂકમાં ઘણી તસવીરો પોસ્ટ કરી ચુકી છે. 

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button