ENTERTAINMENT

Bollywood: હવે નવાઝુદ્દીન સિદ્દીકી હોરર મૂવી મુખ્ય ભૂમિકામાં અદ્ભૂત’માં મુખ્ય ભૂમિકામાં જોવામળશે

  • સાબિર ખાનની સુપરનેચરલ થ્રિલર ‘અદભૂત’ ટેલિવિઝન પર રિલીઝ થશે
  • આ ફિલ્મને સાબિર ખાન દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે
  • જેમાં નવાઝુદ્દીન સિદ્દીકી, ડાયના પેન્ટી, શ્રોયા ધનવંથરી અને રોહનમેહરા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે

હાલ બોક્સ ઓફિસ પર શૈતાન, સ્ત્રી 2 અને મુંજ્યા જેવી ફ્લ્મિો નવા રેકોર્ડ બનાવી રહી છે. હવે હોરર મૂવી ટ્રેન્ડમાં વધુ એક મૂવીનું નામ એડ થવા જઈ રહ્યું છે.

સોની મેક્સ અત્યંત અપેક્ષિત સુપર નેચરલ થ્રિલર ફ્લ્મિ ‘અદભૂત’ સોની મેક્સ પર ડાઇરેક્ટ-ટૂ-ટીવી રિલીઝ કરીને બોલીવુડમાં એક નવા યુગની શરૂઆત થશે. આ ફિલ્મને સાબિર ખાન દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે. જેમાં નવાઝુદ્દીન સિદ્દીકી, ડાયના પેન્ટી, શ્રોયા ધનવંથરી અને રોહનમેહરા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફ્લ્મિના ડિરેક્ટર સાબિર ખાને ફિલ્મ વિશે વાત કરતા કહ્યું ‘ભારતમાં ટેલિવિઝન હંમેશા એક શક્તિશાળી માધ્યમ રહ્યું છે, જે દેશભરમાં લાખો ઘરો સુધી પહોંચે છે. અદ્ભુત ફ્લ્મિ સાથે, અમે માત્ર આ ફ્લ્મિ જ રિલીઝ કરી રહ્યા નથી, પણ અમે એકસાથે કરોડો ભારતીય પરિવારમાં પ્રવેશ કરી રહ્યા છીએ. અમે નવીનતાનો સ્વીકાર કરીને એક ઇતિહાસ રચી રહ્યા છીએ. આ એક એવું મોડેલ છે જેના માટે પ્રેક્ષકો મહત્વપૂર્ણ છે.’

ફિલ્મમાં પોતાના પાત્ર વિશે વાત કરતા નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું ‘આ એક એવી ફ્લ્મિ છે જેની માત્ર વાર્તા જ નહીં પરંતુ તેને વિશ્વ સમક્ષ કેવી રીતે રજૂ કરવામાં આવે છે તે પણ મહત્વપૂર્ણ છે અને તે અનેક સીમાઓથી આગળ છે. ટેલિવિઝનના માધ્યમ દ્વારા એક જ સમયે એક ફ્લ્મિ લાખો લોકો સુધી પહોંચે તેનો અનુભવ મારા માટે રોમાંચક છે. અલૌકિક શૈલીની વાર્તાઓ મારા માટે હંમેશા આકર્ષણનો વિષય રહી છે, અને હું માનું છું કે પ્રેક્ષકોને રોમાંચક અને વિચારપ્રેરક બંને અનુભવ મળશે. આ ડાયરેક્ટ-ટુ-ટીવી રીલીઝ સાથે અમે નવી પ્રથા ઊભી કરી રહ્યા છીએ, અને આ ઐતિહાસિક ક્ષણમાં સહભાગી હોવાનો મને ગર્વ છે. આ ‘અદભુત’ ફ્લ્મિ15 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 વાગ્યે સોની મેક્સ પર પ્રસારિત થશે.’


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button