- કંગના રનૌતે એક ઇન્ટરવ્યૂમાં રાજકીય કારર્કિદીને કારણે તેનું ફિલ્મી કરિયર પૂરું થઈ રહ્યું હોવાનું જણાવ્યું
- અભિનેત્રી હિમાચલપ્રદેશના મંડીથી લોકસભા ચૂંટણી જીતીને સાંસદ બની છે
- રાજકીય કરિયરને કારણે તેને તેની ફિલ્મી કારકિર્દીને સંતુલિત કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને જાહેરાત કરી હતી કે જો તે લોકસભા ચૂંટણી જીતશે તો તે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દેશે.
અભિનેત્રી હિમાચલપ્રદેશના મંડીથી લોકસભા ચૂંટણી જીતીને સાંસદ બની છે. જો કે હવે અભિનેત્રીના કહેવા મુજબ તે ફિલ્મો કરવા માંગે છે, પરંતુ તેના રાજકીય કરિયરને કારણે તેને તેની ફિલ્મી કારકિર્દીને સંતુલિત કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં જ કંગના રનૌતે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેની ઘણી ફિલ્મોનું શૂટિંગ બાકી છે. તેના ઘણા પ્રોજેક્ટ અટકી ગયા છે કારણ કે તે શૂટિંગ માટે સમય કાઢી શકતી નથી. આગામી પ્રોજેક્ટ વિશે વાત કરતી વખતે અભિનેત્રીએ કહ્યું હતું કે, મારું ફિલ્મનું કામ બગડી રહ્યું છે. મારા આગામી પ્રોજેક્ટ રાહ જોઈ રહ્યા છે. હું મારી ફિલ્મોનું શૂટિંગ શરૂ કરી શકતી નથી. હું હાલમાં સંસદના શિયાળુ સત્રની રાહ જોઈ રહી છું. જેથી હું મારી તારીખો એડજસ્ટ કરી શકું.’ અભિનેત્રીએ કહ્યું છે કે સંસદના શિડયૂલને કારણે તેની ફિલ્મોનું શૂટિંગ સ્થગિત કરવું પડયું છે. રાજનીતિ અને ફિલ્મ કારકિર્દી વચ્ચે સંતુલન જાળવવા પર, અભિનેત્રીએ કહ્યું હતું કે, હવે હું મારા માટે જે પણ જરૂરી છે આખરે હું જે યોગ્ય છે તે કરીશ. પણ અત્યારે મારા જીવનમાં ઘણું બધું થઈ રહ્યું છે. કંગના રનૌતની પોલિટિકલ ડ્રામા ફિલ્મ ઇમરજન્સી’ 14 જૂને રિલીઝ થવાની હતી. જોકે, કંગનાની રાજનીતિમાં વ્યસ્તતાને કારણે આ ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ્ રાખવામાં આવી હતી. હવે આ ફિલ્મ 6 સપ્ટેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મમાં કંગના રનૌતે પૂર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. કંગનાએ ઇમરજન્સી ફિલ્મનું નિર્દેશન અને નિર્માણ કર્યું છે. તાજેતરમાં, કંગના રનૌતે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે ફિલ્મનું ટ્રેલર 14 ઓગસ્ટે રિલીઝ થશે. આ સિવાય કંગના રનૌત પાસે ”સીતાઃ ધ ઇન્કારનેશન’, ‘તનુ વેડ્સ મનુ 3’ અને અનટાઇટલ્ડ સાઇકોલોજિકલ થ્રિલર ફિલ્મ પણ છે.
Source link