Bollywood: કોલકાતામાં ડૉક્ટરના દુષ્કર્મ અને હત્યાથી દુઃખી શ્રોયા ઘોષાલે પોતાની કોન્સર્ટ રદકરી
- 14 સપ્ટેમ્બરે આયોજિત થનારી કોન્સર્ટ હવે ઓક્ટોબરમાં યોજાશે
- શ્રોયાએ લખ્યું હતું કે હું તાજેતરમાં જ કોલકાતામાં થયેલી ભયાનક અને જઘન્ય ઘટનાથી ખૂબ જ પ્રભાવિત થઇ છું
- શ્રોયાએ એક લાંબી નોટ લખીને કહ્યું હતું કે તણે પોતાની આગામી કોલકાતા કોન્સર્ટને પોસ્ટપોન કરવાનો નિર્ણય કર્યો છે
કોલકાતામાં મહિલા તબીબના દુષ્કર્મ અને હત્યાની ઘટનાથી સેલિબ્રિટીથી માંડીને સામાન્ય જનતા સુદ્ધાં હલબલી ગઇ છે ત્યારે પ્રખ્યાત ગાયિકા શ્રોયા ઘોષાલે આ ઘટનાથી દુઃખી થઇને કોલકાતામાં આયોજીત થનારી પોતાની કોન્સર્ટ રદ કરી દીધી છે.
શ્રોયાએ શનિવારે ઇન્સ્ટાગ્રામ અને એક્સ પર જાહેરાત કરી હતી કે તે સપ્ટેમ્બરમાં કોલકાતામાં પરફોર્મ નહીં કરે કારણ કે શહેરમાં તાજેતરમાં જ એક ડૉક્ટર સાથે થયેલા ભયાનક દુષ્કર્મ અને હત્યાથી તે ખૂબ જ પ્રભાવિત થઇ હતી. શ્રોયાએ એક લાંબી નોટ લખીને કહ્યું હતું કે તણે પોતાની આગામી કોલકાતા કોન્સર્ટને પોસ્ટપોન કરવાનો નિર્ણય કર્યો છે.
શ્રોયાએ લખ્યું હતું કે હું તાજેતરમાં જ કોલકાતામાં થયેલી ભયાનક અને જઘન્ય ઘટનાથી ખૂબ જ પ્રભાવિત થઇ છું. સ્વયં એક મહિલા હોવાને કારણે જે ક્રૂરતાથી તે પીડિતા પસાર થઇ હશે તેનો વિચાર કરવો પણ અકલ્પનીય છે અને તે મને થથરાવી દે છે. દુખતા હૃદય અને પ્રગાઢ દુઃખ સાથે હું અને મારા પ્રમોટર્સ અમારી કોન્સર્ટ શ્રોયા ઘોષાલ લાઇવ, ઓલ હાર્ટ્સ ટૂર ઇશ્ક એફએમ ગ્રાન્ડ કોન્સર્ટને પોસ્ટપોન કરવા માગે છે જે 14 સપ્ટેમ્બર, 2024ના રોજ હતી. કોન્સર્ટ હવે ઓક્ટોબરમાં એક નવી તારીખે નક્કી કરાઇ છે.
શ્રોયા ઘોષાલની આ કોન્સર્ટ કોલકાતાના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજીત થનાર હતી. હવે તે ઓક્ટોબરમાં કોઇ તારીખે આયોજીત કરાશે. કોન્સર્ટના આયોજકોએ પોતાની વેબસાઇટ પર લખ્યુ હતું કે આ કાર્યક્રમને રિશેડયૂલ કરાયો છે અને વેબસાઇટ પર તેની નવી તારીખ જણાવાશે.
Source link