બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેના ઈન્ડિયા કોન્સર્ટની ટિકિટ વેચતી બુક માય શોની સાઇટ અને એપ રવિવારે ક્રેશ થઈ ગઈ હતી. મુંબઈના ડી.વાય. સ્ટેડિયમમાં આવતા વર્ષે 19 અને 20 જાન્યુઆરીએ યોજાનારી કોન્સર્ટની ટિકિટ રવિવારે બપોરે 12 વાગ્યાથી વેચાવા લાગી હતી.
3,500થી 35,000ની કિંમતની લગભગ 1.5 લાખ ટિકિટો હતી, જેને ખરીદવા માટે 1.3 કરોડ લોકોએ એકસાથે લોગ ઇન કર્યું હતું, જેના કારણે સર્વર જ ઠપ્પ થઈ ગયું હતું. લગભગ એક કલાક પછી, બુક માય શો સર્વર ફરી શરૂ થયું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે સમયે લગભગ 14 લાખ લોકોએ ટિકિટ બુકિંગ માટે લોગ ઇન કર્યું હતું. આવી સ્થિતિમાં યૂઝર્સને વેઇટિંગ લિસ્ટમાં રાખવામાં આવ્યા હતા. ન્યૂઝ એજન્સી એએનઆઈએ બુક માય શોની સાઇટને ટાંકીને માહિતી આપી છે કે બપોરે 1.39 વાગ્યે 8.43 લાખ વપરાશ કર્તાઓ રાહ જોઈ રહ્યા હતા.
ક્રેઝ જોતા કોલ્ડપ્લે બેન્ડે બે દિવસનું શિડયૂલ ત્રણ દિવસનું કર્યું
મુંબઈના ડી.વાય. પાટિલ સ્ટેડિયમમાં 50 હજાર લોકો બેસી શકે છે. આ સિવાય લોકો બેન્ડના સ્ટેજની સામે પણ શો જોવા માટે હાજર રહેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શોની કુલ 1.5 લાખ ટિકિટો વેચાણ માટે રજૂ કરવામાં આવી છે. જોકે, આયોજકોએ ટિકિટની નિશ્ચિત સંખ્યા જાહેર કરી નથી. સાઇટને ફરીથી ક્રેશ થતી અટકાવવા માટે, બુક માય શોએ વપરાશકર્તાને વધુમાં વધુ 4 ટિકિટ બુક કરવાની મંજૂરી આપી હતી, જ્યારે અગાઉ મર્યાદા 8 ટિકિટ હતી. અહીં, કોલ્ડપ્લેએ ભારતમાં તેનું શિડયૂલ 2 દિવસથી વધારીને 3 દિવસ કરવાની જાહેરાત કરી છે.
શું છે કોલ્ડપ્લે ?
કોલ્ડપ્લે એક બ્રિટિશ રોક બેન્ડ છે.જેની રચના વર્ષ 1997માં થઈ હતી. પાંચ લોકોની ટીમમાં ગાયક અને પિયાનોવાદક ક્રિસ માર્ટિન, ગિટારવાદક જોની બકલેન્ડ, બાસિસ્ટર ગાય બેરીમન, ડ્રમર અને પર્ક્યુસિનિસ્ટ વિલ ચેમ્પિયન અને મેનેજર ફ્લિ હાર્વ સામેલ છે. જેમાંથી 4 સ્ટેજ પરફેર્મ કરે છે. તેનો લાઈવ કોન્સર્ટ જોવા માટે લોકો મોટી સંખ્યમાં પહોંચી જાય છે. તેના પર્ફેર્મન્સનો અંદાજ અન્ય રોક બેન્ડથી ખુબ અલગ હોય છે. આ બેન્ડની શરુઆત કોલેજના દિવસોમાં શરુ થઈ હતી.તેમના પોતાના શાનદાર ગીતો માટે તેને ગ્રેમી એવોર્ડ પણ મળી ચૂક્યો છે.
ભારતમાં 9 વર્ષ પછી કોલ્ડપ્લેનું પરફેર્મન્સ
કોલ્ડપ્લે બેન્ડે 2016માં મુંબઈમાં યોજાયેલા ગોલ્ડન સિટિઝન ફેસ્ટિવલમાં પરફેર્મ કર્યું હતું. 80 હજાર ફેન્સ આ શોનો હિસ્સો બન્યા, જેમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ સામેલ હતા. હવે 9 વર્ષ બાદ ભારત પરત ફરી આવી રહ્યા છે. કોલ્ડપ્લેના ગીતો Hymn for the Weekend, Yellow, Fix You ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. આ સાથે તે 4 ઓક્ટોબરના રોજ નવું આલ્બમ લોન્ચ કરે છે.
કોન્સર્લ્ટ વેન્યૂ પાસેની બધી હોટલ્સ બુક થઈ ગઈ
હજુ તો કોન્સર્લ્ટને ઘણા મહિનાઓ બાકી છે પરંતુ લોકોમાં કોલ્ડપ્લે બેન્ડને લઈને ક્રેઝ જ એટલો જોવા મળી રહ્યો છે જે કોન્સર્લ્ટના વેન્યૂ નજીકની હોટલ્સ અત્યારથી હાઉસફુલ થઈ ગઈ છે. આ હોટલ્સમાં ફાઈવ સ્ટાર કેટેગરીની હોટલ્સનો પણ સમાવેશ થાય છે. આ સાથે કોન્સર્ટ વેન્યૂના 20 કિ.મી સુધીના એરિયાની હોટલ્સમાં પણ એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયા છે.
Source link