Thama Teaser Released: રશ્મિકા મંદાના અને આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘થામા’નું ટીઝર રિલીઝ

આયુષ્યમાન ખુરાના અને રશ્મિકા મંદાનાની અપકમિંગ ફિલ્મ ‘ધ વર્લ્ડ ઓફ થામા’નું ટીઝર રિલીઝ કરી દેવાયું છે. આ ફિલ્મમાં પહેલીવાર એકસાથે કેમેસ્ટ્રી જોવા મળશે.
‘સો સાલ ક્યા, એક પલ ભી નહીં’
ટીઝરની શરૂઆતમાં જંગલ અને લાલ રંગથી રંગાયેલા બેકગ્રાઉન્ડ સાથે આયુષ્યમાનનો અવાજ સંભળાય છે, જે કહે છે-‘રેહ પાઓગી મેરે બીના, સો સાલ તક?’ જેના જવાબમાં રશ્મિકાનો અવાજ સંભળાય છે,
જે કહે છે- ‘સો સાલ ક્યા, એક પલ ભી નહીં.’ અને પછી ગાઢ જંગલ વચ્ચે ઝલક દેખાય છે રશ્મિકા મંદાનાની, જેની આંખોમાં એક અલગ જ પ્રકારનો ભાવ દેખાય છે. ટીઝરના અંતમાં નવાઝુદ્દીન સિદ્દીકીનો મજેદાર અંદાજ જોવા મળે છે. કોઈ જૂની હવેલીના પીલર પર બેઠેલો નવાઝુદ્દીન એક ડાયલોગ બોલીને જ પોતાનો દબદબો સાબિત કરી દે છે.
આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થશે
ટીઝર રિલીઝ કરી મેકર્સે લખ્યું, ‘ના ડર કભી ઈતના શક્તિશાલી થા, ઔર ન પ્યાર ઈતના બ્લડી, આ દિવાળીએ મેડોક હોરર-કોમેડી યુનિવર્સની પહેલી પ્રેમકથા જોવા માટે તૈયાર થઈ જાઓ. થામાની દુનિયામાં પ્રવેશ કરો, એક સિનેમેટિક અનુભવ જે તમે પહેલાં ક્યારેય જોયો નથી. વિશ્વભરના સિનેમાઘરોમાં ધૂમ મચાવશે.’
આદિત્ય સરપોતદારે ‘ધ વર્લ્ડ ઓફ થામા’નું ડિરેક્શન કર્યું
ઉલ્લેખનીય છે કે, ‘મુંજ્યા’ ફેમ ડિરેક્ટર આદિત્ય સરપોતદારે ‘ધ વર્લ્ડ ઓફ થામા’નું ડિરેક્શન કર્યું છે. જ્યારે દિનેશ વિજન અને અમર કૌશિક આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. ફિલ્મની વાર્તા નિરેન ભટ્ટ, સુરેશ મેથ્યુ અને અરુણ ફુલારાએ લખી છે.