GUJARAT

Botad: ગઢડા પંથકની નદીમાં નાવ ડુબી, એકનું મોત : 4નો આબાદ બચાવ

  • ચોસલા પાસેના બેલનાથ મહાદેવ ખાતે દર્શનાર્થીની નાવને નડયો અકસ્માત
  • નાવ નદીમાં ડુબતા યાત્રીકોને બચાવવા પડેલો યુવક થયો ગરકાવ, ભારે અરેરાટી
  • ઘટનાના પગલે મામલતદાર, પોલીસ સ્ટાફ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો દોડી ગયા

 ગઢડા પંથકના ચોસલા ગામમ પાસે ત્રિવેણી સંગમ સમા બેલનાથ મહાદેવના દર્શનાર્થે ભાદરવી અમાસના દિવસે યાત્રીકો નાવમાં સવાર થઈ જઈ રહ્યા હતા.

તે વેળાએ નદીમાં નાવ એકાએક ડુબવા લાગતા ચાર યાત્રીકો નદીમાં ખાબક્યા હતા. જે સમગ્ર ઘટના સામાકાઠે ઉભેલો યુવાનને ધ્યાન પર આવતા તેણે યાત્રીકોને બચાવવા નદીમાં ઝંપલાવતા તે નદીના વમળમાં ગરકાવ થઈ જતા તેનું મોત નિપજવા પામ્યુ હતું. જ્યારે ચાર યાત્રીકનો આબાદ બચાવ થવા પામ્યો હતો. ઉક્ત ઘટનાની જાણ થતા મામલતદાર, પોલીસ સ્ટાફ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો દોડી આવ્યા હતા. અને ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી.

ગઢડા(સ્વામીના) તાલુકાના ચોસલા, અનિડા, માંડવા, ખીજડીયા અને ગઢાળી ગામ ફરતા કાળુભાર, સીતાપરી અને રસનાળી એમ ત્રણ નદીઓના સંગમ કાંઠે મનોહર કુદરતી સૌંદર્ય વચ્ચે વિરતાના પ્રતિકના સાક્ષી તરીકે ઊભેલી ખાંભીઓ સહિત પુરાતન બેલનાથ મહાદેવ મંદિર આવેલુ છે. ખાસ શ્રાવણ માસમાં લોકો મોટી સંખ્યામાં દર્શન માટે જતા હોય છે. આ મંદિર નદી વચ્ચે આવેલુ હોવાથી ગ્રામજનો દ્વારા નાની નાવની વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન અકસ્માતે નાવ ડૂબતા સામાકાંઠે ઉભેલા એક વ્યક્તિએ બચાવમાટે નદીમાં ઝંપલાવતા પરગજુ વ્યક્તિનુ નદીમાં ડૂબી જવાથી મોત નિપજવાની ઘટના બનવા પામી હતી.

આ મંદિરે પહોંચવા માટે નદી વચ્ચેથી થોડુ અંતર કાપવુ પડે તેવો રસ્તો હોવાથી આવા ગમન માટે બંને છેડે વર્ષોથી વાયર બાંધી એક નાવની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ પુરાતન મંદિરે આજુબાજુના ગામો અનિડા, ચોસલા, ખીજડીયા, ગઢાળી, વનાળી, સાંજણાવદરના ભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે. શ્રાવણ માસના અંતિમ દિવસે વહેલા સવારે આઠ વાગ્યા આજુબાજુ ગઢાળીના એક પરિવારના ચાર સભ્યો નાવમાં બેસીને મંદિરે જઈ રહયા હતા. આ દરમિયાન અકસ્માતે નાવ હાલકડોલક થઈને ડૂબતા નાવ સવાર વ્યક્તિ નદીમાં પડી જતા અફ્ડા તફ્ડી મચી ગઇ હતી. આ ઘટનાનાં પગલે અકસ્માત જોનાર સામાકાંઠે ઉભેલા પૂર્વ ગઢાળી ગામના હરપાલસિંહ ભવાનસિંહ ગોહિલ ઉંમર 58) નાવમાં બેઠેલા ચાર વ્યક્તિને બચાવવા માટે નદીમાં પડતા વમળમાં ફ્સાઈ જતા ડૂબી જવાના કારણે આકસ્મિક મૃત્યુ થતા શોકની લાગણી ફેલાઇ જવા પામેલ. આ ઘટનાના પગલે મામલતદાર તથા પોલીસ સહિતના દોડી આવ્યા હતા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button