ENTERTAINMENT

Box Office: સ્ત્રી 2એ રચ્યો ઇતિહાસ, સૌથી વધુ કમાણી કરનારી હિંદી ફિલ્મ

શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ સ્ટારર હોરર કોમેડી ફિલ્મ સ્ત્રી 2 એ ઇતિહાસ રચ્યો છે. સ્ત્રી 2 એ ભારતીય સિનેમામાં સૌથી વધુ કમાણી કરનારી હિંદી ફિલ્મ બની ગઇ છે. મહત્વનું છે કે સ્ત્રી 2 15મી ઑગષ્ટે રિલીઝ થઇ હતી. 17 સપ્ટેમ્બર સુધી તેની રિલીઝના 34 દિવસ પૂર્ણ કર્યા છે. આજે 18મી સપ્ટેમ્બર 35માં દિવસે પણ સ્ત્રી 2 ચાલી રહી છે. શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ‘સ્ત્રી 2’ એ શાહરૂખ ખાનની ‘જવાન’ના લાઇફટાઇમ કલેક્શનને પાછળ છોડીને સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બનીને સિનેમેટિક ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

સ્ત્રીને મળ્યો નંબર વન હિંદી ફિલ્મનો ટેગ 

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના એક્સ હેન્ડલ પર આ સમાચારની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે સ્ત્રી 2એ ઇતિહાસ રચ્યો છે. અત્યાર સુધીની સૌથી વધારે કમાણી કરનારી હિંદી ફિલ્મ બની. આ ફિલ્મે જવાન, પઠાણ, એનિમલ, ગદર 2, KGF 2 અને બાહુબલી 2ને હરાવીને નંબર વન હિંદી ફિલ્મનો ટેગ મેળવ્યો છે.

આ સપ્તાહ સુધીમાં હોરર-કોમેડીએ ભારતીય બોક્સ ઓફિસ પર 586 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જે પ્રેક્ષકોમાં તેની અભૂતપૂર્વ લોકપ્રિયતા દર્શાવે છે શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવને મુખ્ય ભૂમિકામાં દર્શાવતી આ ફિલ્મ તેના પાંચમા સપ્તાહમાં પણ દર્શકોને આકર્ષી રહી છે. સપ્તાહના કલેક્શનના આંકડાની વાત કરીએ તો શુક્રવારે રૂ. 3.60 કરોડ, શનિવારે રૂ. 5.55 કરોડ અને રવિવારે રૂ. 6.85 કરોડ, સોમવારે રૂ. 3.17 કરોડ અને મંગળવારે રૂ. 2.65 કરોડનો સમાવેશ થાય છે.

આ સાથે જો આપણે ‘સ્ત્રી 2’ના અત્યાર સુધીના કલેક્શનની વાત કરીએ તો તરણ આદર્શ દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર ફિલ્મે તેની રિલીઝથી લઇને અત્યાર સુધીમાં કેટલી કમાણી કરી તેની પર નજર કરીએ તો.

  • પહેલા અઠવાડિયામાં 37.80 કરોડ રૂપિયા
  • બીજા અઠવાડિયામાં 145.80 કરોડ રૂપિયા
  • ત્રીજા સપ્તાહમાં રૂ. 72.83 કરોડ
  • ચોથા સપ્તાહમાં રૂ. 37.75 કરોડની કમાણી કરી હતી.
  • પાંચમા શુક્રવારે 3.60 કરોડ,
  • પાંચમા શનિવારે 5.55 કરોડ,
  • પાંચમા રવિવારે 6.85 કરોડ અને
  • પાંચમા સોમવારે 3.17 કરોડનું કલેક્શન કર્યું છે.
  • જે બાદ 32 દિવસમાં ‘સ્ત્રી 2’ની કુલ કમાણી 583.35 કરોડ રૂપિયા થઈ ગઈ હતી.

સ્ત્રી 2 દર્શકોએ આવી પસંદ 

અમર કૌશિક દ્વારા દિગ્દર્શિત ‘સ્ત્રી 2’ એ માત્ર તેની આકર્ષક વાર્તાથી જ નહીં પણ વરુણ ધવન અને અક્ષય કુમારના સ્ટાર-સ્ટડેડ કેમિયો દ્વારા પણ દર્શકોને આકર્ષ્યા છે. બંનેને ફિલ્મમાં તેના યોગદાન માટે સરાહના કરવામાં આવી છે. મહત્વનું છે કે 2018માં સ્ત્રી રિલીઝ થઇ હતી જે ઓલરેડી હિટ રહી હતી. જેની સિક્વલથી ખાસ આશાઓ હતી. જો કે સ્ત્રી 2એ આ આશા કાયમ કરી છે. સ્ત્રી 2ને દર્શકો પસંદ કરી રહ્યા છે. જેથી ફિલ્મ સંભવિત રૂપથી 600 કરોડના ક્લબમાં સામેલ થવા જઇ રહી છે. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ અને પંકજ ત્રિપાઠી તથા અભિષેક બેનર્જી સહિત અપારશક્તિ ખુરાના પણ છે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button