વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ ઉપર આગામી 22-23 ઑક્ટોબરે રશિયાનો પ્રવાસ કરશે. આ પીએમ મોદી રશિયાની આગેવાનીમાં કઝાનમાં આયોજિત થનાર 16મા બ્રિક્સ સંમેલનમાં ભાગ લેશે.
પીએમ મોદીની બીજા નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો
રશિયામાં આયોજિત થનારા આ ભપકાદાર આયોજન એટલે કે, 16મા બ્રિક્સ સંમેલનમાં ઘણુંબધું આયોજન કરાયું છે. આ સંમેલનમાં બ્રિક્સ તરફથી શરૂ કરાયેલી પહેલની પ્રગતિનું મૂલ્યાંકન કરવા અને ભવિષ્યમાં સહયોગ માટે સૂચિત ક્ષેત્રોની ઓળખ કરવાની તક આપે છે. પોતાના પ્રવાસ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયામાં બ્રિક્સના સભ્ય દેશોના પોતાના સમકક્ષ દેશો અને આમંત્રિત નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરી શકે છે.
બ્રિક્સના સભ્ય દેશો
રશિયા આ વર્ષે બ્રિક્સની અધ્યક્ષતા કરી રહ્યું છે. બ્રિક્સમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સામેલ છે. ઈરાન, ઈજિપ્ત, સાઉદી અરેબિયા, દુબઈ આના નવા સભ્ય દેશો બન્યા છે. ઉલ્લેખનીય છે કે, જે તે સમયે બ્રિક્સ સંમેલનમાં પીએમ મોદીએ આ નવા દેશોને બ્રિક્સમાં જોડાવવા જણાવ્યું હતું.