જનરેશન ગેપનું ઈમોશન સોલ્યુશન આપતી ફિલ્મ ‘બિન્ની એન્ડ ફેમિલી’ હાલ ટૉક ઓફ ધ ટાઉન છે.
બાલાજી ટેલિફ્લ્મિ અને મહાવીર જૈન દ્વારા ફુકરેના દિગ્દર્શક મૃગદીપ સિંહ લાંબા સાથે પ્રસ્તુત કરાઇ રહેલી બિન્ની એન્ડ ફેમિલી એક મોર્ડન બળવાખોર યુવતી, બિન્ની અને તેનારૂઢિચુસ્ત દાદાની હૃદયસ્પર્શી વાર્તા છે. ‘બિન્ની એન્ડ ફેમિલી’ની સ્ટારકાસ્ટ એક્ટર રાજેશ કુમાર, નમન ત્રિપાઠી અને વરુણ ધવનની ભત્રીજી અંજિની ધવન અમદાવાદના મહેમાન બન્યા હતાં. અદાણી રિયલ્ટી દ્વારા સંચાલિત ધ બેલ્વેડેર ગોલ્ફ્ એન્ડ કન્ટ્રી ક્લબના પ્રમોટર રાકેશ શાહે આ ફ્લ્મિ અંગેના તેમના વિચારો શેર કરતાં જણાવ્યું હતું કે, બિન્ની અને ફેમિલી ફિલ્મ આપણને યાદ અપાવે છે કે કૌટુંબિક વ્યવસ્થાને ટકાવી રાખવા અને તેની વૃદ્ધિ માટે જનરેશનલ ગેપને પૂરવો જરૂરી છે. જ્યારે માતા-પિતાએ યુવા પેઢીની લાગણીઓ અને આકાંક્ષાઓને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, ત્યારે યુવાનોએ તેમના વડીલોના ડહાપણ અને અનુભવોની કદર કરવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. આ ફ્લ્મિ તે સંતુલનને સુંદર રીતે કેપ્ચર કરે છે.’
Source link