સ્પોર્ટ્સ

India ODI Captain: શુભનમ ગિલ નહીં આ ખેલાડીને વન-ડે ટીમની કમાન સોંપવાની BCCIની તૈયારી: રિપોર્ટ

એકતરફ તાજેતરમાં એશિયાકપ માટે બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. બીજી તરફ આ ટીમમાં Who will be India ODI Captain શ્રેયસ અય્યર અને યશસ્વી જયસ્વાલને સ્થાન આપવામાં આવ્યું નથી. જેના પગલે કેટલાક ક્રિકેટ નિષ્ણાતો ટીકા પણ કરી રહી છે. આ સ્થિતિ વચ્ચે બીસીસીઆઈ વન-ડે ટીમમાં રોહિત શર્મા બાદ શુભમન ગિલ નહીં પણ શ્રેયસ અય્યરને કેપ્ટન બનાવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

ત્રણેય ફોર્મેટ માટે અલગ અલગ કેપ્ટનની જરૂર 

શુભમન ગિલને એશિયા કપ ટીમમાં વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે ત્યારબાદ ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે ગિલને ત્રણેય ફોર્મેટનો કેપ્ટન બનાવવામાં આવશે. પરંતુ બીસીસીઆઈના સૂત્રો પ્રમાણે સતત ટુર્નામેન્ટને ધ્યાનમાં રાખી આ યોજના મોકૂફ રાખવામાં આવી છે.

હાલ ગિલને ટેસ્ટની કેપ્ટનશિપની સાથે સાથે ટી-20 ટીમમાં વાઈસ કેપ્ટનની બનાવવામાં આવ્યો છે. પરિણામે બીસીસીઆઈએ હવે વન-ડે ટીમની કમાન અન્ય કોઈ ખેલાડીને સોંપવાનું મન બનાવી લીધું છે.

રોહિત-કોહલી ઓસ્ટ્રેલિયા સામે અંતિમ વન-ડે સિરીઝ રમી શકે છે

રોહિત શર્મા 2027નો વર્લ્ડકપ રમાવા માગે છે પરંતુ એક રિપોર્ટ પ્રમાણે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન વન-ડે સિરીઝ રોહિત અને કોહલી બંને માટે આખરી હોઈ શકે છે. બંને ખેલાડી ટી-20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે.

અય્યર છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં છે

ઉલ્લેખનીય છે કે તાજેતરના સમયમાં ઐયરનું વન-ડેમાં પ્રદર્શન શાનદાર રહ્યું છે. શ્રેયસે ચેમ્પિયન્સ ટ્રોફીની પાંચ મેચમાં 15, 56, 79, 45 અને 48 રનની ઇનિંગ્સ રમી હતી. તેણે અત્યાર સુધી 70 વન-ડેમાં કુલ 2845 રન બનાવ્યા છે અને 5 સદી ફટકારી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button