જમ્મુ-કાશ્મીરના બડગામમાં એક ભયાનક અકસ્માત થયો છે. જમ્મુ-કાશ્મીરમાં બીજા તબક્કાના મતદાનમાં ચૂંટણી ફરજ માટે BSF જવાનોને લઈ જતી બસને બડગામ જિલ્લામાં અકસ્માત નડ્યો હતો. ખીણમાં પલટી જવાથી 3 જવાન શહીદ થયા છે. 32 જવાનો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને એસડીએચ ખાન સાહિબ અને બડગામની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બસમાં લગભગ 35 સૈનિકો હતા સવાર
મળતી માહિતી અનુસાર બડગામના બ્રેઈલ વોટરહોલ વિસ્તારમાં બસને અકસ્માત નડ્યો હતો. અચાનક બસ રોડ પરથી લપસીને ખીણમાં પડી હતી. જેના કારણે સીમા સુરક્ષા દળ (BSF)ના 3 જવાન શહીદ થયા છે. જ્યારે 32 જવાનો ઈજાગ્રસ્ત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં લગભગ 35 સૈનિકો સવાર હતા. ઈજાગ્રસ્ત જવાનોની સારવાર ચાલી રહી છે.
રિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બસમાં ફસાયેલા જવાનોને બહાર કાઢવામાં આવ્યા હતા. માહિતી મળતા જ વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અકસ્માતના કારણો હજુ સુધી જાણવા મળ્યા નથી.
પોલીસે અકસ્માતના કારણની તપાસ હાથ ધરી
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બસમાં ફસાયેલા જવાનોને બહાર કાઢવામાં આવ્યા હતા. માહિતી મળતા જ વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અકસ્માતના કારણો હજુ સુધી જાણવા મળ્યા નથી. તાજેતરમાં જ જમ્મુ ક્ષેત્રના રાજૌરીમાં સેનાના જવાનોના વાહનને અકસ્માત નડ્યો હતો.
રાજૌરીમાં સેનાનું વાહન ખીણમાં ખાબક્યું હતું
રાજૌરીમાં મંગળવારે રાત્રે સેનાનું એક વાહન રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં પડી ગયું હતું. આ અકસ્માતમાં 4 જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. માહિતી મળતાની સાથે જ સ્થાનિક ગ્રામજનો સાથે બચાવકર્મીઓએ તમામ 4 ઘાયલ કમાન્ડોને બહાર કાઢ્યા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યા, જેમાં લાન્સ નાઈક બલજીત સિંહનું સારવાર દરમિયાન મોત થયું હતું.