બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વે પર એક મોટો અકસ્માત થયો. એક્સપ્રેસ વે પર મુસાફરોથી ભરેલી બસ પલટી જતા 20 મુસાફરો ઘાયલ થયા. અજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વે પર એક મોટો અકસ્માત થયો છે. મુસાફરોથી ભરેલી બસ પલટી જતા 20 મુસાફરો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. બસ બેંગલુરુથી સવારે નીકળી હતી. સવારે સાડા નવ વાગ્યાની આસપાસ બસ માંડ્યા તરફના સર્વિસ રોડ પર પહોંચી ત્યારે ડ્રાઈવરે સંતુલન ગુમાવ્યું અને બસ પલટી ગઈ. આ ઘટનામાં 20 લોકો ઘાયલ થયા છે. તેને ઈજાઓ થઈ છે. ઘાયલોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આ અકસ્માત આજે સવારે 9.45 કલાકે થયો હતો. ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
<a href="
==” target=”_blank”>
==
CCTVમાં જોઈ શકાય છે કે, બસ એક્સપ્રેસ વેથી નીકળીને સર્વિસ રોડ પર પહોંચી ગઈ છે. આ દરમિયાન બસ અચાનક પલટી ગઈ હતી. બસ મુસાફરોથી ભરેલી હતી. ઘટના બાદ મુસાફરોમાં હોબાળો મચી ગયો હતો. લોકો બસમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરવા લાગ્યા. ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.