યુએસ ફેડરલ રિઝર્વ દ્રારા 2025માં વ્યાજદરમાં વધુ ઘટાડો ફુગાવાની સ્થિતિ પર નિર્ભર કરે છે એવી જાહેરાત કરવામાં આવતા ડોલર મજબૂત બનતા અને ભારતીય શેરબજારમાંથી વિદેશી રોકાણકારો રોકાણ પરત ખેંચશે એવી ભીતિએ ભારતીય રૂપિયા આજે સૌપ્રથમ વાર યુએસ ડોલર સામે 85ના સ્તરથી નીચે ગયો હતો. ઇન્ટ્રા ડેમાં રૂપિયો 85.0850ની નવી
લાઇફટાઇમ લો સપાટી બનાવી હતી અને તે પછી દિવસને અંતે 0.1 ટકા ઘટીને 85.07ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે આરબીઆઇની દરમિયાનગીરીને કારણે રૂપિયામાં અન્ય એશિયન કરન્સિની તુલનાએ ઓછું ધોવાણ થયું હતું. અન્ય એશિયન કરન્સિમાં આજે 1.2 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.
Source link