ચાંદીને પછાડી બિટકોઈન વિશ્વમાં આઠમી સૌથી મોટી સંપત્તિ બની ગયું છે. બિટકોઈનની બજાર મૂડી 1.752 લાખ કરોડ ડોલર પર પહોંચી ગઈ છે.જે ચાંદીની 1.726 લાખ કરોડ ડોલરની બજાર મૂડી કરતાં વધુ છે. છેલ્લા 24 કલાકમાં ક્રિપ્ટોકરન્સી નવ ટકા વધી 88,570 ડોલરના સ્તરે પહોંચી ગઈ હતી.
બિટકોઈન 90,000 ડોલરના સ્તર નજીક પહોંચ્યું છે. 11મી નવેમ્બરના રોજ ક્રિપ્ટોકરન્સી 89,623 ડોલરના અભૂતપૂર્વ ઉચ્ચ સ્તરે પહોંચી હતી. ઘણાં રોકાણકારોને એવી આશા છે કે, ચાલુ વર્ષના અંત સુધી તે એક લાખ ડોલરના સ્તરે પહોંચી જશે. અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના વિજય અને ક્રિપ્ટો ફ્રેન્ડલી અમેરિકી સરકારના આશાવાદથી પ્રેરિત છે. ચાંદી ઉપરાંત બિટકોઈનનું માર્કેટ કેપ મેટા પ્લેટફોર્મ, ટેસ્લા, વોરેન બફેટના બર્કશાયર હેથાવે કરતાં પણ વધુ છે. આ ત્રણેય અગ્રણી પ્લેટફોર્મની બજાર મૂડી અનુક્રમે 1,472 લાખ કરોડ ડોલર, 1.123 લાખ કરોડ ડોલર, 1.007 લાખ કરોડ ડોલર છે.
દરમિયાન ગોલ્ડે યાદીમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. સોનું મોખરાની સંપત્તિ રહી હતી. જેની બજાર મૂડી 17.6 લાખ કરોડ ડોલર થાય છે. ત્યારબાદ ટોચના પાંચમાં એનવીડિયા, એપ્પલ, માઈક્રોસોફ્ટ અને આલ્ફાબેટ (ગૂગલ)નો સમાવેશ થાય છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય અને ક્રિપ્ટો ફ્રેન્ડલી સરકારની આશાઓને કારણે ક્રિપ્ટોકરન્સીમાં ઉછાળો આવ્યો છે. અહેવાલ મુજબ, ટ્રમ્પ માર્ક ઉયેડા અને પોલ એટકિંસ સહિત ક્રિપ્ટોના તરફેણકર્તાને એસઈસીના ચેરમેન બનાવવા માંગે છે. જેથી ઉદ્યોગો સામેની નિયમનકારી તપાસ સરળ થઈ પડે. હાલ ગૈરી જેન્સલર એસઈસીના ચેરમેન છે. અમેરિકાની ચૂંટણી બાદ બિટકોઈનનું પ્રદર્શન ખૂબ જ સારૂં રહ્યું છે. જે 89,604 ડોલર સુધી પહોંચી ગયું છે. તથા પાંચમી નવેમ્બર બાદથી અત્યાર સુધી તેમાં લગભગ 30 ટકાની વૃદ્ધિ થઈ છે. માઈક્રોસ્ટ્રેટી ઈંક દ્વારા 2.03 અબજ ડોલરમાં 27,200 બિટકોઈનનું અધિગ્રહણ કરવામાં આવ્યું હતું. જેથી બિટકોઈનની મજબૂતીને વધુ બળ મળ્યું હતું. માઈક્રોસ્ટ્રેટી ઈંક દ્વારા ચાર વર્ષ પહેલાં પોતાની બિટકોઈન રણનીતિની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ બિટકોઈનની આ સૌથી મોટી ખરીદી હતી. પોતાના મહત્વપૂર્ણ બિટકોઈન રોકાણો માટે જાણીતી સોફ્ટવેર કંપનીએ 31 ઓક્ટોબરથી દસમી નવેમ્બર વચ્ચે બિટકોઈન હસ્તગત કર્યું હતું. જે ખરીદી ડિસેમ્બર 2020 બાદ કંપનીની સૌથી મોટી ખરીદી હતી. કંપનીએ પોતાના હોલ્ડિંગમાં 29,646 બિટકોઈન જોડયા હતા.
Source link