BUSINESS

Business: સતત ઘટાડાની ચાલ બાદ શું બજારમાં બોટમ બની ગયું છે…?

આ સપ્તાહ હાઈ વોલેટિલિટી થી ભરપૂર રહ્યું હતું, આખું સપ્તાહ ઈવેન્ટ્સ થી ભરપૂર રહ્યું હતું, મંગળવારના રોજ સતત તૂટી રહેલા બજારમાં રિકવરી જોવાઈ હતી એટલે કે રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો હતો ને ચાલુ બજારમાં એટલે કે બજારનો છેલ્લા તબકકામાં જ ન્યૂઝ આવ્યા કે યુક્રેન તથા રશિયાના યુદ્ધમાં અમેરિકી પ્રમુખ જો બાયડનએ યુક્રેન ને અમેરિકાની ATACMS મિસાઇલ રશિયા સામે વાપરવાની મંજૂરી આપી

જેના પ્રત્યાઘાત સ્વરૂપે રશિયાએ ન્યુક્લીઅર શસ્ત્ર્રો વાપરવાના લિમિટના નિયમોમાં ઘટાડો કર્યો હતો આ ન્યૂઝના પગલે આખા દિવસનો ઉછાળો દિવસના છેલ્લા અડધો કલાકમાં ધોવાઈને નેગેટિવ બંધ રહ્યા હતા, બુધવારે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને રજા હતી જેના પરિણામો 23મી નવેમ્બરના રોજ આવશે, ત્યારબાદ અદાણી ગ્રુપના નેગેટિવ ન્યૂઝ ને પગલે બજારમાં વેચવાલીની હોડ લાગી હોય તેવું માહોલ સર્જાયું હતું પરંતુ શુક્રવારના રોજ એટલે કે સપ્તાહના અંતે આગલા દિવસથી વિપરીત સતત તૂટી રહેલા બજારમાં એક તરફી તેજીનો માહોલ જોવા મળ્યો હતો, નિફ્ટી સેન્સેક્સ બંને આશરે અઢી ટકાના નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યા જે છેલ્લા પાંચ મહિનાનો મોટો ઉછાળો હતો જે નોંધનીય છે, તથા નિફ્ટી બેંક દોઢ ટકાના ઉછાળો નોંધાયો હતો, હવે મહત્વનો પ્રશ્ન એ છે કે શું માર્કેટમાં બોટમ બની ગયું છે? તો આ સંજોગોમાં એવું કહી શકાયકે બધા જ મહત્વના સૂચકાંકોમાં હજી એવા સ્તરો છે જેને સર કરવા જરૂરી છે તો જ રિવર્સલ પાક્કું થયું કહી શકાય નહિ તો ગત સપ્તાહના લેખમાં જણવ્યા મુજબ સેલ ઓન રાઈસ જેવું પણ થઇ શકે છે, નવા સપ્તાહના પ્રારંભે પોઝિટિવિટી જોવા મળે પરંતુ સપ્તાહના અંત સુધીમાં પ્રોફ્ટિ બુકિંગ પણ જોવા મળે એકંદરે મિશ્ર રાહ જોવા મળે એવી વકી છે

Nifty 50 (બંધ ભાવ 23907):- આ સપ્તાહમાં દરમ્યાન નિફ્ટી50 સાપ્તાહિક 693 પોઈન્ટ્સની વધઘટ બાદ 375 પોઈંટ્સના ઉછાળા સાથે બંધ રહ્યી હતી, નિફ્ટીમાં સપ્તાહ દરમ્યાન ઉપર જણાવ્યા મુજબના કારણે સતત વોલેટિલિટી જોવાઈ હતી ગુરુવારના રોજ એક તબક્કે નીચા માં 23264ના સ્તરને સ્પર્શીને પરત ફરી હતી સપ્તાહના અંતે 200 દિવસની મુવિંગ એવરેજ ની ઉપર બંધ આવી જે સારી બાબત કહી શકાય તથા સાપ્તાહિક 50 દિવસની મુવિંગ એવેરેજનો સપોર્ટ લીધો હતો નવા સપ્તાહમાં 24128-24335 અવરોધ રહેશે તથા 23500-23350 અગત્યના સપોર્ટ રહેશે

Nifty Bank ( બંધ ભાવ 51135):- આ સપ્તાહમાં દરમ્યાન નિફ્ટી બેંક સાપ્તાહિક 1484 પોઈન્ટ્સની વધઘટ બાદ 955 પોઈંટ્સના ઉછાળા સાથે બંધ રહ્યી હતી, નિફ્ટી બેંકમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવાયો હતો મહત્વની બાબત એ છે કે 51000ના સ્તરની ઉપર બંધ આવી હતી, હવે નવા સપ્તાહમાં 51500-52000 અગત્યના અવરોધ રહેશે તથા 50500-50000 સપોર્ટ રહેશે, નવા સપ્તાહમાં નિફ્ટીબેંકમાં પ્રાઇવેટ બેન્કોના યોગદાન પર નઝર રહેશે. આ સપ્તાહમાં એકંદરે રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો હતો, મહત્વની બાબત એ હતી કે શુક્રવારનો ઉછાળો એક આશાનું કિરણ દર્શાવે છે આ તબક્કે એવું કહી શકાય કે રિવર્સલનાં ચાન્સ 30 થી 50% સુધીના કહી શકાય પરંતુ આ તબક્કે આ કેહવું થોડું વેહલું કહેવાય કારણ ઘણી અનિશ્ચિતાઓ માથા પર લટકતી તલવાર જેવી છે જેમ કે મહારાષ્ટ્ર તથા ઝારખંડના ચૂંટણીના પરિણામો, યુક્રેન રશિયાનું યુદ્ધ, ઇઝરાયેલ હમાસ તથા ઈરાન ની વચ્ચે નો તણાવ, ટેરિફ્ વોર ની શક્યતાઓ માટે આ સંજોગોમાં થોડી વધુ ધીરજ રાખવી ઘટે…


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button