BUSINESS

Business: સપ્ટેમ્બરમાં ઇક્વિટી એમએફમાં ઇનફ્લો 10 ટકા ઘટીને રૂ. 34,419 કરોડ

સપ્ટેમ્બર મહિનામાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણનો પ્રવાહ 10 ટકા ઘટીને રૂ. 34,419 કરોડ થયો છે, જેનો આંકડો ઓગસ્ટમાં રૂ. 38,239 કરોડ હતો.આમ સતત 43માં મહિનામાં ઇક્વિટી ફંડોમાં નેટ ઇનફ્લો જોવા મળ્યો છે.

 બીજી તરફ ડેટ મ્યુચ્યુઅલ ફંડોમાં રૂ. 1.13 લાખ કરોડનો નેટ આઉટફ્લો નોંધાયો છે, જેની તુલનાએ ઓગસ્ટમાં આ સ્કીમોમાં રૂ. 45,169 કરોડનો નેટ ઇનફ્લો નોંધાયો હતો. આના પરિણામે મ્યુચ્યુઅલ ફંડોની તમામ સ્કીમોમાં રૂ. 71,027 કરોડનો નેટ આઉટફ્લો નોંધાયો છે. આ સાથે સપ્ટેમ્બરમાં મ્યુચ્યુઅલ ફંડોની નેટ એયુએમનો આંકડો રૂ. 67.09 લાખ કરોડની સપાટીએ પહોંચ્યો છે, જેનો આંકડો ઓગસ્ટમાં રૂ. 66.70 લાખ કરોડ હતો.

સપ્ટેમ્બરમાં ઇક્વિટી ફંડોની તમામ સ્કીમો પૈકી ઇએલએસએસ અનેવ ફોક્સ્ડ ફંડોમાં જ નેટ આઉટફ્લો નોંધાયો છે, જ્યારે બાકીની સ્કીમોમાં નેટ ઇનફ્લો જોવા મળ્યો છે. દર વખતની જેમ સેકટોરલ અને થિમેટિક ફંડોમાં સૌથી વધુ રૂ. 13,254 કરોડનો નેટ ઇનફ્લો જોવા મળ્યો છે, પરંતુ ઓગસ્ટના રૂ. 18,117 કરોડના આંકડાની તુલનાએ આ આંકડો 27 ટકા ઓછો છે. મિડ કેપ ફંડોમાં ઇનફ્લો 2 ટકા વધ્યો છે, જ્યારે સ્મોલ કેપ ફંડોમાં 4 ટકા ઘટયો છે. ફોકસ્ડ અને ઇએલએસએસ ફંડોમાં સતત છઠ્ઠા મહિને નેટ આઉટફ્લો જોવા મળ્યો છે.

એસઆઇપીમાં નેટ ઇનફ્લો રૂ. 24,508 કરોડની વિક્રમી ટોચે

સપ્ટેમ્બર મહિનામાં એસઆઇપી દ્રારા મ્યુચ્યુઅલ ફંડોમાં આવતા રોકાણનો પ્રવાહ રૂ. 24,508 કરોડ નોંધાયો છે, જે અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી છે. ઓગસ્ટમાં આ આંકડો રૂ. 23,547 કરોડ હતો. આ સાથે સપ્ટેમ્બરમાં એસઆઇપી અંતર્ગતની એયુએમ પણ રૂ. 13.82 લાખ કરોડની સર્વોચ્ચ સપાટીએ પહોંચી છે, જેનો આંકડો ઓગસ્ટમાં રૂ. 13.39 કરોડ હતો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button