ક્વોન્ટમ સ્કેપના ફાઉન્ડર અને પૂર્વ સીઇઓ જગદીપ સિંઘ આજકાલ સમગ્ર વિશ્વમાં ચર્ચામાં છે. તેમણે સમગ્ર વિશ્વમાં સૌથી વધારે પગાર મેળવનારા કર્મચારી તરીકેનું સ્થાન મેળવ્યું છે. સિંઘને હાલમાં પ્રતિ વર્ષ રૂ. 17,500 કરોડનો પગાર મળે છે એટલે કે તેમનો એક દિવસનો પગાર રૂ. 48 કરોડ જેટલો થાય છે. આટલી આવક તો ઘણી બધી લિસ્ટેડ કંપનીઓની આવક કરતાં પણ વધારે છે અને સિંઘે આટલો પગાર મેળવીને સમગ્ર વિશ્વમાં ભારતીય ટેલેન્ટની પ્રતિભાને એક નવું પરિમાણ આપ્યું છે.
ઇલેક્ટ્રિક વ્હિકલની બેટરીના ઉત્પાદનમાં ટેકનોલોજીના ઉપયોગમાં પાયારૂપ ભૂમિકા ભજવનારા સિંઘે 2010માં ક્વોન્ટમ સ્કેપની સ્થાપના કરી હતી. આ કંપનીએ જે અત્યંત આધુનિક સોલિડ-સ્ટેટ બેટરીનું ઉત્પાદન કર્યું હતું તેના કારણે એનર્જી એફિસિઅન્સિ વધવાની સાથે ચાર્જિઁગના સમયમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. પરિણામે આ કંપનીએ કરેલું ઇનોવેશન ઇવી ઉદ્યોગમાં એક ક્રાંતિકારી પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. સિંઘની આગેવાનીમાં આ કંપનીએ ઇવી બેટરી ક્ષેત્રની એક અગ્રણી કંપની તરીકે ઊભરી આવી હતી અને પરિણામો ફોક્સવેગન અને બિલ ગેટ્સ જેવા મહારથીઓએ પણ તેમાં રોકાણ કર્યું હતું. ક્વોન્ટમ સ્કેપની સ્થાપના કરતાં પહેલા સિંઘે ઉદ્યોગજગતનો વ્યાપક અનુભવ લીધો હતો અને વિવિધ કંપનીઓમાં એક દસકાથી પણ વધારે સમય માટે મહત્ત્વના પદ પર કાર્યભાર સંભાળીને ઊભરતી અને આધુનિક ટેકનોલોજીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. સિંઘ સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટીમાંથી બી ટેક અને યુનિવર્સીટી ઓફ કેલોફોર્નિયામાંથી એમબીએની ડિગ્રી ધરાવે છે. સિંઘને હાલમાં સ્ટોક ઓપ્શન સહિત જે 2.3 બિલિયન ડોલરનું સેલેરી પેકેજ મળે છે તે બાબત ક્વોન્ટમ સ્કેની વૃદ્ધિમાં તેમણે આપેલા મહત્ત્વપૂર્ણ યોગદાનને ઉજાગર કરે છે. આટલું પેકેજ તેમની અંગત સિદ્ધિ તો છે જ સાથે સાથે કંપની સાતત્યપૂર્ણ પરિવહનને નવી દિશા આપવામાં તેમની કંપનીની કેટલી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે તેનો ચિતાર પણ આપે છે. 16મી ફેબ્રુઆરી, 2024ના રોજ સિંઘે ક્વોન્ટમ સ્કેપના સીઇઓ તરીકેનો કાર્યભાર શિવા શિવરામને સોંપ્યો હતો, પરંતુ એક ઔદ્યોગિક સાહસિક તરીકેની તેમની સફર તે પછી પણ ચાલુ રહી છે. ત્યારબાદ સિંઘે કટિંગ એજ ટેકનોલોજી માટે ચૂપકીદીથી કાર્યરત એક સ્ટાર્ટ અપના સીઇઓ તરીકે કાર્યભાર સંભાળ્યો છે અને હાલમાં આ સ્ટાર્ટ અપ અનેક નવી ટેકનોલોજી ઉપલબ્ધ બનાવવા કાર્યરત છે.
Source link