જીઓ-પોલિટિકલ ટેન્શન, ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કાપ અને ચીનની ઈકોનોમીમાં રિકવરીની ઓછી સંભાવનાના પગલે બુલિયન માર્કેટમાં વણથંભી તેજી ચાલુ થઈ છે.
વૈશ્વિક સોનું રોજ નવી ઊંચાઈએ પહોંચે છે અને તેના પગલે સ્થાનિકમાં પણ સોનું રોજ નવી વિક્રમી સ્તરે પહોંચે છે. હાજર બજારની પાછળ વાયદામાં પણ સોનાનો ભાવ સતત વધી રહ્યો છે. આ સાથે જ ચાંદીમાં પણ સતત ભાવ વધતા તે 12 વર્ષની ઊંચી સપાટી પહોંચી ગઈ છે.
ગુરુવારે અમદાવાદ ખાતે 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ રૂ. 300 વધીને રૂ. 78,100ની નવી ટોચે પહોંચ્યું હતું. તેવી જ રીતે 22 કેરેટ સોનું રૂ. 77,900 થયું હતું. સ્થાનિક ચાંદી રૂ. 1,000 વધીને રૂ. 90,500 પ્રતિ કિલો થઈ હતી. વૈશ્વિક સોનું હાજરમાં 2,685 ડોલર પ્રતિ ઔંસની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું અને ચાંદી 31.89 સામે વધીને 32.40 ડોલર પ્રતિ ઔંસ થઈ હતી. વાયદા બજારોમાં સ્ઝ્રઠ સોનાનો ઓકટોબર વાયદો રૂ. 227 વધીને 75,313 પ્રતિ 10 ગ્રામ અને ડિસેમ્બર વાયદો રૂ. 369 વધી રૂ. 75,940 પ્રતિ 10 ગ્રામ થયું હતું. ગુરુવારે મોડી સાંજે કોમેક્સ સોનું 20 ડોલર વધીને 2708 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું. તેવી જ રીતે કોમેક્સ ચાંદી 50.70 સેંટ વધીને 32.52 ડોલર પ્રતિ ઔંસ પર વેચાઈ રહી હતી.
કોમોડિટી વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, નવેમ્બરમાં ફેડ 0.50% રેટ કટ કરે તેવી અપેક્ષાઓને ટેકો સોનું રેકોર્ડ ઊંચાઈએ ટ્રેડ થઈ રહ્યું છે. બીજી તરફ્ નબળો ડોલર અને મધ્ય પૂર્વમાં તણાવ અને ચીનની રિકવરી અંગેની ચિંતાઓએ સલામત રોકાણ તરીકે સોનાની અપીલમાં વધારો કર્યો છે. વર્તમાન સંજોગો જોતાં શોર્ટ ટર્મમાં કરેક્શનની અપેક્ષા છેપણ લોંગ ટર્મ માટે બુલિશ મોમેન્ટમ જળવાઈ રહેશે.
Source link