BUSINESS

Business News: ઘરાકીના અભાવે ચાંદીમાં રૂ. 1,500નું ગાબડું, સોનામાં પણ રૂ.300 ઘટયા

વિતેલા દિવસોમાં એકધારા ભાવ વધારા બાદ સોના અને ચાંદીમાં ઘરાકી ઓછી થઈ છે. બીજી તરફ્ અમેરિકામાં જોબ ડેટા સારા આવ્યા બાદ વ્યાજદરમાં ઘટાડો થવાની શક્યતા ઓછી થઈ છે. તેની પાછળ ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી આવી છે જેનાથી બુલિયનમાં આકર્ષણ ઓછું થયું હોવાથી મંગળવારે બજારમાં ધીમી ગતિએ કરેક્શન જોવા મળ્યું હતું. સ્થાનિક બજારોમાં પણ નવી ઘરાકીના અભાવે ભાવમાં ઘટાડો થયો હતો.

અમદાવાદ ખાતે 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ રૂ. 300 ઘટીને રૂ. 78,200 થયું હતું. તેવી જ રીતે 22 કેરેટ સોનું રૂ. 78,000 પ્રતિ 10 ગ્રામ થયું હતું. સ્થાનિક ચાંદી રૂ. 1,500 તૂટીને રૂ. 90,500 પ્રતિ કિલો થઈ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનું 2,656 ડોલર સામે 12 ડોલર ઘટીને 2,644 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. વૈશ્વિક ચાંદી 31.87 ડોલર સામે 57 સેંટ ઘટીને 31.30 ડોલર પ્રતિ ઔંસ થયું હતું.

વાયદા બજારોમાં MCX ચાંદી ડિસેમ્બર વાયદો રૂ. 1,211 ઘટીને રૂ. 92,357 પ્રતિ કિલો થયો હતો. MCX સોનાનો ડિસેમ્બર વાયદો રૂ. 76,045 પ્રતિ 10 ગ્રામ ઉપર ફ્લેટ ટ્રેડ થયું હતું. વૈશ્વિક વાયદામાં કોમેક્સ સોનું મંગળવારે મોડી સાંજે 5 ડોલર વધીને 2,671 ડોલર પ્રતિ ઔંસ પર વેચાઈ રહ્યું હતું. કોમેક્સ ચાંદી 38.9 સેંટ ઘટીને 31.61 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રાહુઈ હતી. બુલિયન વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, US ઇકોનોમીમાં સુધારાના સંકેતો વચ્ચે મિડલ ઇસ્ટના ટેન્શનના કારણે બુલિયનમાં વોલેટાલિટી વધી છે. તેજી અને મંદી બંને વચ્ચે ખેચતાં થઈ રહી છે. બીજી તરફ્ ભારતમાં તહેવારો આવતા હોવા છતાં જ્વેલરીની માંગ હજુ સુધી શરૂ નથી થઈ તેના કારણે સોનામાં મંદીને ટેકો મળી રહ્યો છે. આ સ્થિતિમાં આગામી દિવસોમાં કરેક્શન ચાલુ રહેવાની સંભાવના છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button