- ભારત, એશિયા પેસિફિક, લેટિન અમેરિકામાં…
- સરકારની સરોગેટ જાહેરાતો પર મનાઈનું વિસ્તરણ કરવાની યોજના વચ્ચે મેટાની ઘોષણા
- પ્રિસ્ક્રિપ્શન ડ્રગ્સ અને મેડિકલ ઉપકરણો પર હજુ પ્રતિબંધ રહેશે
મેટાએ જાહેરાત કરી છે કે, તેના વ્હોટ્સએપ બિઝનેસ પ્લેટફોર્મ પર 27મી ઓગસ્ટથી દારૂ અને રિયલ મની ગેમ્બલિંગના પ્રસાર અને પ્રચાર માટેની મંજૂરી આપવામાં આવશે.
મેટાની આ જાહેરાત નવાઈ પમાડે તેવી છે. કેમ કે, આ ઘોષણા એવા સમયે કરવામાં આવી છે, જ્યારે સરકાર લિકર બ્રાન્ડ્સનું માર્કેટિંગ કરતી સરોગેટ એડવર્ટાઈઝ પર પ્રતિબંધમાં વિસ્તરણ કરવાની તૈયારી કરી રહી છે. વર્ષ 2000થી અમલમાં આવેલા કેબલ ટેલિવિઝન નેટવર્ક (રેગ્યૂલેશન) સુધારા બિલ મુજબ, ભારતમાં દારૂની જાહેરાત પર મનાઈ છે. જૂન 2022માં સેન્ટ્રલ કન્ઝયૂમર પ્રોટેક્શન ઓથોરિટી ઓફ ઈન્ડિયાઅએ ગેરમાર્ગે દોરતી સરોગેટ જાહેરાત પર પ્રતિબંધ મૂક્યો હતો.
સોશિયલ મીડિયા પર મેટાએ માહિતી આપી હતી કે, ભારત, એશિયા પેસિફિક (એપીએસી), લેટિન અમેરિકામાં 27મી ઓગસ્ટ 2024થી વ્હોટ્સએપ પ્લેટફોર્મ પર દારૂ, વિવિધ ઉત્પાદનો, રિયલ મની ગેમ્બલિંગની જાહેરાતો દર્શાવવામાં આવશે. જો કે પ્રિસ્ક્રિપ્શન ડ્રગ્સ અને મેડિકલ ઉપકરણો પર હજુ પ્રતિબંધ રહેશે. મેટાએ આ અંગે હજુ સુધી કોઈ વિસ્તૃત માહિતી આપી નથી પણ મેટાની આ ઘોષણા અંગે ઈન્ડસ્ટ્રી નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, આ પગલાંથી વિવિધ બ્રાન્ડ્સ અને ઓડિયન્સ વચ્ચે સીધું કોમ્યુનિકેશન થઈ શકશે.
Source link