BUSINESS

Business News: જનતાને મોંઘવારીનો ડામ, અસ્થમા, ટીબીની સારવારની દવાઓ 50 ટકા મોંઘી

ફરી એકવાર મોંઘવારીના પડતા પર સરકારે પાટું માર્યું છે. જે દવાઓ જીવન જરૂરિયા છે અને ટીવી અને અસ્થમાં વપરાય છે તેની કિંમતોમાં વધારો કરીને પ્રજા પર વધારાનો બોજ નાખી દીધો છે નેશનલ ડ્રગ પ્રાઈસિંગ ઓથોરિટીએ આઠ દવાઓના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ દવાઓનો ઉપયોગ અસ્થમા, ટીબી, ગ્લુકોમાની સાથે અન્ય ઘણા રોગોની સારવાર માટે થતો હોય છે.

મોંઘવારીનો ડામ

આરોગ્ય અને પરિવાર બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે, નેશનલ ડ્રગ પ્રાઈસિંગ ઓથોરિટીએ આઠ દવાઓના 11 નક્કી ફોર્મ્યુલેશનની મહત્તમ કિંમતોમાં 50 ટકા વધારો કરવાની મંજૂરી આપી છે. અગાઉ, નેશનલ ડ્રગ પ્રાઈસિંગ ઓથોરિટીએ વર્ષ-2019 અને 2020 માં અનુક્રમે 21 અને નવ ફોર્મ્યુલેશન દવાઓના ભાવમાં 50 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો.

દવા મોંઘી થતા હાલાકી વધશે

જે દવાઓના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે તેમાં હૃદયના ધબકારા ધીમી રાખવા માટે વપરાતા એટ્રોપિન ઈન્જેક્શન, ટીબીની સારવાર માટે વપરાતા ઈન્જેક્શનેબલ પાવડર સ્ટ્રેપ્ટોમાસીન (750 મિલિગ્રામ અને 1000 મિલિગ્રામ ફોર્મ્યુલેશન), અસ્થમાની દવા સાલ્બુટામોલ, મિલિગ્રામ અને 4 મિલિગ્રામની ગોળીઓ અને 5 મિલિગ્રામ/એમએલ રેસ્પિરેટરનો સમાવેશ થાય છે. , ગ્લુકોમાની સારવારમાં વપરાતી Pilocarpine 2mg ડ્રોપ, પેશાબની નળીઓનો વિસ્તાર ચેપની સારવારમાં વપરાતી  કેફેડ્રોક્સિલ 500 એમજીની ટેબ્લેટ, ડેફ્રોકસાઈમાઈન 500 એમજી ઈન્જેક્શન અને લિથિયમ 300એમજી ટેબ્લેટનો સમાવેશ થાય છે.

આ દવાઓની મહત્તમ કિંમતમાં વધારો કરવા પર સરકારે કહ્યું કે નેશનલ ડ્રગ પ્રાઈસિંગ ઓથોરિટીને આ દવાઓની કિંમતો વધારવા માટે ઉત્પાદકો તરફથી સતત અરજીઓ મળી રહી છે. ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકોના ભાવમાં થયેલા વધારાને દવાઓની કિંમતમાં વધારો અને વિનિમય દરોમાં ફેરફારનું કારણ દર્શાવવામાં આવ્યું હતું. આ સિવાય NPPAએ 20 આવશ્યક દવાઓની કિંમતોમાં સુધારો કર્યો છે. આમાં હાઈ બ્લડ પ્રેશર, આંખના ચેપ, અસ્થમા, હાર્ટ એટેક અને HIV/AIDSની સારવાર માટેની દવાઓનો સમાવેશ થાય છે.

મળતી માહિતી અનુસાર, નેશનલ ડ્રગ પ્રાઈસિંગ ઓથોરિટી દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનમાં, જે દવાઓના ભાવમાં સુધારો કરવામાં આવ્યો છે તેમાં સેફ્ટ્રિયાક્સોન અને ટાઝોબેક્ટમ, એસોમેપ્રાઝોલ અને ડો પેરિડોન કેપ્સ્યુલ્સ, બિસોપ્રોલોલ અને ટેલમિસારટન ટેબ્લેટ્સ, ડાપાગિલ લોઝિન, સિટાગ્લિપ્ટિન અને મેટફોર્મિન (ઈઆર) ગોળીઓ, એલ. – કાર્નેટીન, માયકોબાલામીન અને ફોલિક ટેબ્લેટ ધરાવે છે


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button