ભારતમાં એસ્ટ્રોલોજર્સના સિતારા ચમકી રહ્યાં છે. હાલની તણાવપૂર્ણ જીવનશૈલીને કારણે લોકોની સમસ્યા વધી છે અને તેનું નિરાકરણ લાવવાનો દાવો કરનારા જ્યોતિષોની સંખ્યા પણ વધી છે.
મોટી સંખ્યામાં લોકો સમસ્યાના સમાધાન માટે સંપર્ક કરતાં હોવાથી જ્યોતિષોની મહિનાની કમાણી રૂ.30,000થી રૂ.5.9 લાખ સુધી રહે છે. કેટલાક અપવાદરૂપ જ્યોતિષોની આવક તો કરોડો રૂપિયામાં પહોંચી ગઈ છે. બસન્ત શાસ્ત્રી જેવા જ્યોતિષ માટે ઓનલાઈન એસ્ટ્રોલોજિ એપ્લિકેશન આશીર્વાદરૂપ નિવડી છે.
ઉત્તરપ્રદેશમાં જન્મેલ શાસ્ત્રી સ્કૂલ ડ્રોપ આઉટ છે. જેમણે ધોરણ પાંચ બાદ શાળા છોડી દીધી હતી. કેમ કે, તેમના ખેત મજૂર પિતા શિક્ષણનો ખર્ચ ઉપાડી શકે તેવી સ્થિતિમાં ન હતા. ત્યારબાદ તેમણે બનારસમાં જ્યોતિષનો અભ્યાસ કર્યો હતો. પછી તેઓ હૈદરાબાદ ગયા હતા. જ્યાં તેમણે પૂજા, મંદિર અને મંદિર આસપાસ શ્લોક પઠનની શરૂઆત કરી હતી. જ્યાં તેઓ મહિને રૂ.દસ હજારથી રૂ.પંદર હજારની જ કમાણી કરી શકતા હતા. ત્યારબાદ તેઓ એક ઓનલાઈન પ્લેટફોર્મ સાથે જોડાયા. જે તેમના જીવનનો ટર્િંનગ પોઈન્ટ પુરવાર થયો. જ્યાં તેઓ પ્રથમ મહિને રૂ.50,000થી વધુ કમાયા હતા. આજે ઓનલાઈન પ્લેટફોર્મ થકી તેમની મહિનાની કમાણી રૂ.બે લાખથી રૂ.ત્રણ લાખ પર પહોંચી છે. તેમના સેકન્ડ હેન્ડ સ્કૂટરે વર્ષો સુધી સેવા બજાવી હતી. પણ હવે તેમની માટે મહિન્દ્રા એક્સયુવી 300 માટે માર્ગ મોકળો થયો છે. તેમણે હૈદરાબાદમાં ટુ બીએચકે ફ્લેટની ખરીદી કરી છે. એટલું જ નહીં ઉત્તરપ્રદેશમાં પણ તેમની માલિકીના બે પ્લોટ છે.
આ પ્લેટફોર્મ પર ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ અડધા ભાગમાં આઠ હજાર જ્યોતિષનો ઉમેરો થયો હતો. તેમજ ચાલુ વર્ષના અંત સુધી આ સંખ્યા 30 હજાર પર પહોંચી જશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વર્તમાન સમયમાં લોકોના જીવનમાં તણાવ અને પ્રતિકૂળ સ્થિતિઓમાં વધારો થયો છે. જેથી લોકો પોતાની આ સમસ્યાના ઉકેલ માટે જ્યોતિષનો સંપર્ક છે. દિવસે-દિવસે પોતાની સમસ્યામાંથી મુક્તિ ઈચ્છતા લોકોની સંખ્યા વધતી જાય છે. જેઓ ઘણી બધી આશાઓ સાથે જ્યોતિષનો સંપર્ક કરે છે. ત્યારે હવે જ્યોતિષ સેવા ઉપલબ્ધ કરાવતાં એસ્ટ્રોટોક, એસ્ટ્રોસેજ, ઈન્સ્ટાએસ્ટ્રો અને બોધી જેવા પ્લેટફોર્મ્સ ખાતે એસ્ટ્રોલોજરની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે અને આવી સંખ્યા હજારોમા પહોંચી છે. મેટ્રો સીટી ઉપરાંત ટાયર-3 અને ટાયર-4 પ્રકારના શહેરોમાં પણ જ્યોતિષોની માંગમાં વધારો થયો છે. બજારમાં હવે ઘણી બધી એવી એપ્લિકેશન આવી ગઈ છે જે લોકોનું ભવિષ્ય બતાવી સમસ્યાઓનું સમાધાન લાવવાનો દાવો કરે છે. સાથે હાલની લાઈફસ્ટાઈલને કારણે લોકો સમસ્યામાં ઘેરાતા હોવાથી આવી એપ્લિકેશનનો સંપર્ક કરતાં લોકોની સંખ્યા પણ વિશેષ પ્રમાણમાં છે.
આવી એપ્લિકેશનના જ્યોતિષો લોકોને રિલેશનશિપ અને કારકીર્દી સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ સૂચવે છે. ઓનલાઈન પ્લેટફોર્મ થકી જ્યોતિષોનો સંપર્ક કરનારા લોકોની સૌથી વધુ સમસ્યા રિલેશનશીપ અને કારકીર્દીને લઈને હોય છે.
Source link