શેરબજારમાં સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. બેન્ચમાર્ક બીએસઈ સેન્સેક્સ 0.45 ટકા સાથે 384 પોઈન્ટ વધીને સોમવારે 84,925.61ની વધુ એક હાઈ બનાવી બંધ રહ્યો હતો. જ્યારે એનએસઈ નિફ્ટીએ 0.57 ટકા સાથે 148.10 આંકનો વધારો નોંધાવ્યો હતો.
નિફ્ટીએ 25,939.05 પોઈન્ટ સાથે નવી ઈન્ટ્રા-ડે ટોચ બનાવી હતી. ટ્રેડિંગ સેશન દરમ્યાન બીએસઈ સેન્સેક્સમાં 436.22 પોઈન્ટનો વધારો થયો હતો. જેથી સેન્સેક્સએ 84,980.53 પોઈન્ટની સર્વકાલની હાઈ સપાટીને સ્પર્શ કર્યો હતો. જ્યારે નિફ્ટીમાં 165.05 આંકનો ઉછાળો થતાં 25,956 પોઈન્ટની નવી સપાટીને ટચ કર્યો હતો. યુએસ ફેડરલ દ્વારા વ્યાજદરમાં કરવામાં આવેલા ઘટાડાના આશાવાદે બજારમાં તેજીની ચાલ યથાવત જોવા મળી છે. ઉપરાંત પીએસયુ બેંકો અને રિયાલ્ટિ સેક્ટરની ચમકને કારણે પણ માર્કેટને વધારા તરફી બળ મળ્યું હતું. પીએસયુ બેંક ઈન્ડેક્સમાં ત્રણ ટકાથી વધુનો ઉછાળો થયો હતો. જ્યારે રિયાલ્ટિ ઈન્ડેક્સમાં બે ટકાનો વધારો થયો હતો. તેમજ ઓટો, એફએમસીજી, મેટલ, ફાર્મા, મિડિયા સેક્ટરના શેરોમાં 0.5 ટકાથી એક ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો. મહિન્દ્રા એેન્ડ મહિન્દ્રા 3.29 ટકા, એસબીઆઈ 2.55 ટકા, ભારતી એરટેલ 2.25 ટકા અને કોટક બેંક 1.71 ટકાના વધારા સાથે ટોપ ગેઈનર્સ રહ્યા હતાં. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડાઈસિસ પ્રત્યેકમાં 0.73 ટકાનો વધારો થયો હતો. ડીઆઈઆઈ અને એફઆઈઆઈ ભારતીય માર્કેટમાં નેટ બાયર રહ્યા હતા. બંનેની નેટ વેલ્યૂમાં અનુક્રમે રૂ.1,022.64 કરોડ અને રૂ.404.42 કરોડનો વધારો થયો હતો.
Source link