વિદેશી ફંડોની સતત લેવાલી અને આરબીઆઇ આવતી કાલે સીઆરઆરમાં ઘટાડો કરતી તરલતા વધારશે એવી આશાએ આજે આઇટી અને બેંકિગ શેરોની આગેવાનીમાં ભારતીય શેરબજારમાં સતત પાંચમાં સેશનમાં તેજી જોવા મળી હતી અને સેન્સેક્સ અને નિફ્ટી બે મહિનાના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયા હતા. ટીસીએસ, ઇન્ફોસીસ અને એલટીઆઇ માઇન્ડટ્રીની આગેવાનીમાં નિફ્ટી આઇટી ઇન્ડેક્સે આજે ઇન્ટ્રા ડેમાં 45,027ની નવી વિક્રમી ટોચ કાયમ કરી હતી.
પ્રારંભે 226 પોઇન્ટ ઊંચામાં ખુલ્યા પછી સેન્સેક્સ લગભગ 12 વાગ્યા સુધી આ મથાળાથી સાંકડી વધઘટ સાથે ટ્રેડ થયો હતો, પરંતુ તે પછી અચાનક જ તેમાં તેજીનો સંચાર થયો હતો અને દિવસના અંત સુધી જળવાયો હતો. ઇન્ટ્રા ડેમાં સેન્સેક્સે 82,317ની હાઇ અને 80,467ની લો સપાટી બનાવી હતી. આમ ઇન્ટ્રા ડેમાં સેન્સેક્સમાં કુલ 1,850 પોઇન્ટની વોલેટાલિટી જોવા મળી હતી અને અંતે સેન્સેક્સ 809 પોઇન્ટ એટલે કે 1 ટકા વધીને 81,000થી ઉપર 81,765ના સ્તરે બંધ રહ્યો હતો. ઇન્ટ્રા ડેમાં સેન્સેક્સે 82,000ની સપાટી પણ વટાવી હતી. ઇન્ટ્રા ડેમાં ઘટયા મથાળેથી સેન્સેક્સ 1,298 પોઇન્ટ વધીને બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી પણ પ્રારંભે 72 પોઇન્ટ ઊંચામાં ખુલ્યો હતો અને ઇન્ટ્રા ડેમાં નિફ્ટીએ 24,857ની હાઇ અને 24,295ની લો સપાટી બનાવી હતી. આમ કુલ 562 પોઇન્ટની ઉથલપાથલ પછી અંતે નિફ્ટી 240 પોઇન્ટ એટલે કે 0.98 ટકા વધીને 24,708ની સપાટીએ બંધ રહ્યો હતો. ઘટયા મથાળેથી નિફ્ટી 413 પોઇન્ટ વધીને બંધ રહ્યો હતો.
બ્રોડર માર્કેટમાં જો કે મિડ કેપ અને સ્મોલ કેપ શેરોએ આજે અન્ડરપર્ફોમ કર્યું હતું. બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ આજે 128 પોઇન્ટ એટલે કે 0.27 ટકા વધીને 47,500ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે બીએસઇ સ્મોલ કેપ ઇન્ડેક્સ માત્ર 90 પોઇન્ટ એટલે કે 0.16 ટકા વધીને 56,707ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સમાં આજે સતત ત્રીજા દિવસે નોંધપાત્ર તેજી જોવા મળી હતી અને આ ઇન્ડેક્સ આજે પણ 1,241 પોઇન્ટ એટલે કે 1.19 ટકા વધીને 1,05,832ની સપાટીએ બંધ રહ્યો હતો.
બીએસઇ આજે પર ટ્રેડ થયેલા કુલ 4,083 શેર પૈકી 2,130 વધીને, 1,841 ઘટીને અને 112 ફ્લેટ મથાળે બંધ થયા હતા. બીએસઇનું એમ કેપ આજે વધીને રૂ. 458.17 લાખ કરોડ એટલે કે 5.41 ટ્રિલિયન ડોલર થયું હતું, જે ગઇકાલના રૂ.455.66 લાખ કરોડના આંકથી રૂ. 2.51 લાખ કરોડનો વધારો દર્શાવે છે. સેન્સેક્સના 30 પૈકી 27 જ્યારે નિફ્ટીના 50 પૈકી 41 શેર આજે વધીને બંધ રહ્યા હતા. ટ્રેન્ટમાં 3.31 ટકાનો, ટીસીએસમાં 2.39 ટકાનો, ઇન્ફોસિસમાં 2.33 ટકાનો, ટાઇટનમાં 2.23 ટકાનો અને ડો. રેડ્ડીઝ લેબમાં 2.18 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે એસબીઆઇ લાઇફ 1.21 ટકા, એચડીએફસી લાઇફ 1.09 ટકા, બજાજ ઓટો 1.05 ટકા અને એનટીપીસી 0.98 ટકા ઘટીને બંધ રહ્યો હતો. વોલેટાલિટી ઇન્ડેક્સ આજે 0.53 ટકા વધીને 14.53ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી પરના 14 સેકટોરલ ઇન્ડેક્સ પૈકી માત્ર નિફ્ટી રિઆલ્ટી ઇન્ડેક્સ 0.25 ટકા અને પીએસયુ બેંક 0.12 ટકા ઘટીને બંધ રહ્યા હતા. નિફ્ટી મિડિયા ફ્લેટ મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી આઇટીમાં 1.95 ટકાનો વધારો નોંધાયો હતો.
ડિસેમ્બરના ચાર સેશનમાં જ FIIની રૂ. 13,762 કરોડની નેટ લેવાલી
આજે પણ સતત ચોથા સેશનમાં એફઆઇઆઇએ નેટ લેવાલી કરી હતી. આજે એફઆઇઆઇની નેટ લેવાલીનો આંકડો રૂ. 8,539 કરોડ હતો, જેની સામે ડીઆઇઆઇએ રૂ. 2,303 કરોડની નેટ વેચવાલી કરી હતી. આ સાથે ડિસેમ્બરના ચાર સેશનમાં જ એફઆઇઆઇની નેટ લેવાલીનો આંકડો રૂ. 13,762 કરોડ થાય છે, જ્યારે ડીઆઇઆઇ આ ચાર સેશનમાં માત્ર રૂ. 134 કરોડની નેટ લેવાલી કરી છે.
Source link