એમિરકાએ ચીનના ઉત્પાદનો પર ઊંચા દરો વસૂલ કરવાનો નિર્ણય કર્યો છે. જે પ્રક્રિયા ચાલુ વર્ષથી વર્ષ 2026 સુધીમાં તબક્કાવાર રીતે લાગુ થઈ જશે.
ત્યારે આ ડેડલાઈન પહેલાં અમેરિકા ખાતે પોતાની પેદાશો પહોંચાડી દેવા ચીન ઘેલું બન્યું છે. જેની અસર ભારત પર થઈ છે. એટલે કે, આ સમગ્ર હિલચાલથી ભારત કન્ટેનરની અછત અનુભવી રહ્યું છે. જે ભારતીય નિકાસને ફટકો પહોંચાડે તેવી સ્થિતિ છે. કેમ કે, હાલ મોટાભાગના ખાલી કન્ટેનર ચીન તરફ વળ્યાં છે. ચીન વહેલામાં વહેલી તકે પોતાની પેદાશોની નિકાસ કરી અમેરિકામાં ઘૂસાડવા માંગે છે. જેથી તબક્કાવાર રીતે લાગુ થનારા ઊંચા દરોથી બચી શકાય અને ચીનની વસ્તુઓની માંગ અમેરિકાના બજારમાં જળવાયેલી રહે.
અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેનના વહીવટી તંત્રએ ચીનના ઘણાં ઉત્પાદનો પર ઊંચા દરો લાગુ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પેદાશોમાં સ્ટીલથી માંડી સોલાર સેલ્સ, બેટરીઝ અને તેના ભાગો, ઈલેકટ્રીક વ્હીકલ્સ અને મેડિકલ ઉત્પાદનોનો સમાવેશ થાય છે. હાલ કન્ટેનરો ચીન તરફ વળ્યા હોવાથી ભારતના ઓગસ્ટ અને સપ્ટેમ્બરના નિકાસના આંકડા ઘટી શકે છે. કેમ કે, ભારતીય નિકાસકારો પોતાના ઉત્પાદનોની નિકાસ કરવા માટે કન્ટેનરની રાહ જોઈ રહ્યાં છે. હૌથી બળવાખોરો દ્વારા જહાજો પર હુમલાની અનેક ઘટનાઓ બાદ કન્ટેનરના દરોમાં તીવ્ર ઉછાળો થયો હતો, જો કે પછીથી કન્ટેનરના દરોમાં ઘટાડા તરફી વલણ જોવા મળ્યું હતું પણ હાલ અમેરિકા – ચીન ઊંચા દરોના વિવાદ વચ્ચે ભારતના નિકાસકારો અલગ જ સમસ્યાથી ઘેરાઈ ગયા છે.
અમેરિકાએ ચીનની વસ્તુઓ પર ઓગસ્ટ મહિનાથી ઊંચા દરો લાદવાની શરૂઆત કરી દેતાં ચીનના નિકાસકારો આ તીવ્ર રેટથી બચવા હાલ કોઈપણ ભોગે પોતાની પેદાશોની અમેરિકામાં નિકાસ કરી રહ્યાં છે. અમેરિકા ઉપરાંત યુરોપિયન યૂનિયન અને કેનેડાએ પણ ચીનના માલ પર ઊંચા દરો લાગુ કર્યા છે.
ભારત માટે બીજી વિકટ સમસ્યા એ છે કે, લાંબા રૂટ અને રેડ સી કટોકટીના કારણે પરિવહનમાં વધુ સમય લાગતો હોવાથી ઘણી આંતરરાષ્ટ્રીય શિપિંગ કંપનીઓ ભારતના ઘણાં બંદરોની અવગણના કરી રહી છે, જેથી પણ કન્ટેનરની અછત વર્તાઈ રહી છે.
આંતરરાષ્ટ્રીય શિપિંગ કંપનીઓ દ્વારા ભારતીય બંદરોની અવગણનાથી સ્થિતિ વધુ વિકટ બની
અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેનના વહીવટી તંત્રએ ચીનના ઘણાં ઉત્પાદનો પર ઊંચા દરો લાગુ કરવાનો નિર્ણય કર્યો હતો, આ પ્રક્રિયા ચાલુ વર્ષથી તબક્કાવાર રીતે 2026 સુધી જારી રહેશે
લાંબા રૂટ અને રેડ સી કટોકટીના કારણે પરિવહનમાં વધુ સમય લાગતો હોવાથી ઘણી શિપિંગ કંપનીઓ ભારતના ઘણાં બંદરોની અવગણના કરે છે
આ સમગ્ર ઘટનાક્રમથી કન્ટેર્ન્સની સપ્લાઈ પહેલાથી જ ખોરવાઈ ગઈ છે
જો કે આ અંગેની સૌથી ખરાબ સ્થિતિ પસાર થઈ ગઈ હોવાનું અને આગામી મહિનાઓમાં તેમાં સુધારો થવા અંગે સરકારી અધિકારીઓએ સંકેતો આપ્યા છે.
Source link