ટોરેન્ટ પાવરના નાણાંકીય વર્ષ 2024-25 ના બીજા ત્રિમાસિક ગાળા માટેના પરિણામો બુધવારે જાહેર કરવામાં આવ્યા હતા. વાર્ષિક ધોરણે કંપનીનો ચોખ્ખો નફો બીજા ત્રિમાસિકમાં રૂ.496 કરોડ થયો હતો.
જૂલાઈથી સપ્ટેમ્બરના બીજા કવાર્ટરમાં પાવર કંપનીની આવકમાં 3.08 ટકાનો વધારો થયો હતો. સેકન્ડ કવાર્ટરમાં કંપનીની રેવન્યૂ વધીને રૂ.7,175.81 કરોડના સ્તરે પહોંચી હતી. જે વર્ષ પહેલાંના સમાન ત્રિમાસિકમાં રૂ.6,960.92 કરોડ હતી. ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં કંપનીની આવક 13 ટકા વધીને રૂ.16,210 કરોડ થઈ હતી. ગત વર્ષના સમાન ગાળામાં આ આંકડો રૂ.14,289 કરોડ હતો. ઈબિટડામાં પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 26 ટકાનો વધારો થયો હતો. બીજા કવાર્ટરમાં ઈબિટડા વધીને આંકડો રૂ.1,332 કરોડ થયો હતો. બીજા કવાર્ટરમાં કંપનીનો ખર્ચ પણ 4.47 ટકા વધીને રૂ.6,611.83 કરોડ થયો હતો. જે અગાઉના નાણાંકીય વર્ષના સમાન કવાર્ટરમાં રૂ.6,328 .44 કરોડ હતો. કંપનીના ખર્ચ હેઠળ વિદ્યુત ઊર્જાની ખરીદીમાં વધારો થયો છે. જેના કારણે જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં ખર્ચમાં વધારો થયો છે. ટ્રાન્સમિશન અને ડ્રિસ્ટ્રિબ્યુશનના મુખ્ય સેગમેન્ટે સારૂં પ્રદર્શન કર્યું હતું.
Source link