BUSINESS

Business: મિડ કેપ શેરોમાં ધોવાણ, સ્મોલ કેપમાં લેવાલી, સેન્સેક્સ144 પોઇન્ટ વધ્યો

બેકિંગ શેરોમાં તેજીને પગલે આજે ભારતીય શેરબજારના બેન્ચમાર્ક ઇન્ડાઇસિસ નજીવા વધીને બંધ રહ્યા હતા. જોકે લાર્જ કેપથી વિપરીત મિડ કેપ શેરોમાં તીવ્ર વેચવાલી જોવા મળી હતી જ્યારે સ્મોલ કેપ તથા એસએમઇ આઇપીઓ શેરોમાં લેવાલી જોરમાં હતી. આજે મોડી સાંજે યુએસના ફુગાવાના આંકડા જાહેર થનારા છે તેની રાહ ખેલાડીઓ જોઇ રહ્યા છે. આઇટી શેરોમાં વેચવાલી જોવા મળતાં આઇટી ઇન્ડેક્સ 1.25 ટકા ઘટયો હતો, જ્યારે ફાર્મા ઇન્ડેક્સ પણ 2.01 ટકા ઘટીને બંધ રહ્યો હતો.

આજે પ્રારંભે 365 પોઇન્ટ ઊંચામાં ખુલ્યા પછી સેન્સેક્સે ઇન્ટ્રા ડેમાં 82,002ની હાઇ અને 81,538ની લો સપાટી બનાવી હતી. આમ કુલ 464 પોઇન્ટની વધઘટ પછી સેન્સેક્સ અંતે 144 પોઇન્ટ એટલે કે 0.18 ટકા વધીને 81,611ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી પણ પ્રારંભે 86 પોઇન્ટ ઊંચામાં ખુલ્યો હતો અને ઇન્ટ્રા ડેમાં 25,134ની હાઇ અને 24,979ની લો સપાટી બનાવી હતી. આમ કુલ 155 પોઇન્ટની વધઘટ પછી નિફ્ટી અંતે 16 પોઇન્ટ એટલે કે 0.07 ટકા વધીને 24,998ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ જોકે 176 પોઇન્ટ એટલે કે 0.36 ટકા ઘટીને 48,225ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે આનાથી વિપરીત સ્મોલ કેપ ઇન્ડેક્સ 242 પોઇન્ટ એટલે કે 0.43 ટકા વધીને 56,353ની સપાટીએ બંધ રહ્યો હતો. એસએમઇ આઇપીઓ ઇન્ડેકસમાં પણ તેજી જોવા મળી હતી અને આ ઇન્ડેક્સ 1,431 પોઇન્ટ એટલે કે 1.39 ટકા વધીને 1,04,423ના મથાળે બંધ રહ્યો હતો.

આજે બીએસઇ પર ટ્રેડ થયેલા કુલ 4,046 શેર પૈકી 2,251 વધીને, 1,663 ઘટીને અને 132 ફ્લેટ મથાળે બંધ રહ્યા હતા. બીએસઇનું માર્કેટ કેપિટલાઇઝેશન આજે નજીવું ઘટીને રૂ. 462 લાખ કરોડ એટલે કે 5.50 ટ્રિલિયન ડોલર થયું હતું, જે ગઇ કાલના રૂ. 462.14 લાખ કરોડની તુલનાએ રૂ. 14,000 કરોડનો ઘટાડો દર્શાવે છે. સેન્સેક્સના 30 પૈકી 15 શેર જ્યારે નિફ્ટીના 50 પૈકી 23 શેર વધીને બંધ રહ્યા હતા. વોલેટાલિટી ઇન્ડેક્સ આજે 4.65 ટકા ઘટીને 13.47ની સપાટીએ આવી ગયો હતો. નિફ્ટી પરના 14 સેકટોરલ ઇન્ડેક્સ પૈકી 9 ઘટીને જ્યારે 5 વધીને બંધ રહ્યા હતા. નિફ્ટી બેંકમાં 1.03 ટકાનો, પ્રાઇવેટ બેંકમાં 1.59 ટકાનો, ફાયનાન્સિયલ સર્વિસીસમાં 0.93 ટકાનો, મેટલમાં 0.40 ટકાનો અને ઓટોમાં 0.30 ટકાનો વધારો નોંધાયો હતો. બીજી તરફ આઇટી ઇન્ડેક્સમાં 1.25 ટકાનો, ફાર્મામાં 2.01 ટકાનો અને હેલ્થકેરમાં 1.95 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

નિફ્ટી 16 પોઇન્ટ વધ્યો પરંતુ 25,000ની સપાટીથી નીચે બંધ રહ્યો

મિડ કેપમાં 176 પોઇન્ટનો ઘટાડો, સ્મોલ કેપમાં 242 પોઇન્ટનો વધારો

બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સમાં 1,431 પોઇન્ટનો ઉછાળો

મિડ કેપ શેરોમાં ધોવાણને પગલે એમ કેપમાં રૂ. 14,000 કરોડનો ઘટાડો

નિફ્ટી બેંક 1.03 ટકા,પ્રાઇવેટ બેંક 1.59 ટકા, ફિન સર્વિસીસ 0.93 ટકા વધ્યો

મેટલ ઇન્ડેક્સમાં 0.40 ટકાનો અને ઓટો ઇન્ડેક્સેમાં 0.30 ટકાનો વધારો

આઇટી ઇન્ડેક્સમાં 1.25 ટકાનો, ફાર્મામાં 2.01 ટકાનો અને હેલ્થકેરમાં 1.95 ટકાનો ઘટાડો


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button