BUSINESS

Business: પોર્ટલમાં અનેક ખામીઓને લીધે ITRનું ઈ-ફાઈલિંગ માથાના દુઃખાવા સમાન બન્યું

  • ઈન્ફોસીસના સહસ્થાપક નારાયણ મૂર્તિને પણ ટેગ કરાયા
  • અંતિમ તારીખ 31 જુલાઈથી વધારી 31 ઓગસ્ટ કરવા માંગ
  • સેલેરી અને ઈન્ટરેસ્ટ ઈન્કમ સંબંધિત પ્રિ-ફાઈલ્ડ ડેટાનું એકરૂપ ન હોવું

આકરણી વર્ષ 2024-25 માટે ઈન્કમટેક્સ રિટર્ન (આઈટીઆર) ફાઈલ કરવાની ડેડલાઈન હવે નજીક આવી છે ત્યારે ઈન્ફોસિસ દ્વારા વિકસિત ઈ-ફાઈલિંગ પોર્ટલમાં આવતી ટેકનિકલ ખામીઓનો કરદાતાઓને સામનો કરવો પડી રહ્યો છે.

આઈટીઆર ફાઈલિંગ પ્રોસેસ દરમ્યાન આવતા વિધ્નો અંગે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (સીએ) દ્વારા પણ ભારે નિરાશા વ્યક્ત કરવામાં આવી છે. આઈટીઆર ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 જૂલાઈ 2024 છે. હાલ આવી રહેલી સમસ્યાઓને કારણે ટેક્સ પ્રોફેશનલ્સ અને વ્યક્તિગત કરદાતાઓ તરફથી સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે કે, આઈટીઆર ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જૂલાઈથી વધારી 31 ઓગસ્ટ કરવામાં આવે.

સેલેરી અને ઈન્ટરેસ્ટ ઈન્કમ સંબંધિત પ્રિ-ફાઈલ્ડ ડેટાનું એકરૂપ ન હોવું, રિટર્ન્સ ફાઈલ કરતાં ટેકનિકલ ખામીઓનો સામનો કરવા ઉપરાંત 26એએસ, એન્યુઅલ ઈન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (એઆઈએસ) અને ટેક્સ ઈન્ફોર્મેશન સમરી (ટીઆઈએસ) જેવા જરૂરી ફોર્મ મેળવવામાં સમસ્યા વેઠવી પડી રહી છે. 14 જૂલાઈ 2024ની સ્થિતિ પ્રમાણે લગભગ 2.7 કરોડ આઈટીઆર ફાઈલ કરવામાં આવી હતી. જે ગત વર્ષના સમાન સમયમાં ફાઈલ કરવામાં આવેલ રિટર્ન કરતાં 13 ટકા વધુ છે. 13મી જૂલાઈના રોજ દૈનિક ધોરણે આઈટીઆર ફાઈલ કરવાનો આંકડો 13 લાખને પાર થયો હતો. તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઘણાં સીએએ ઈ-ફાઈલિંગ પોર્ટલ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ઘણાંએ આ અંગે ઈન્ફોસિસના સહસ્થાપક નારાયણ મૂર્તિને ટેગ કર્યા હતા અને તેમને જણાવ્યું હતું કે, પોર્ટલ યોગ્ય રીતે ચાલી શકે માટે દર અઠવાડિયે ઓછામાં ઓછા એક કલાક કામ કરવા માટે ઈન્ફોસિસની ટીમ તહેનાત કરે.

પેજ લોડિંગ…..

ઈ-ફાઈલિંગ સમયે પોર્ટલમાં સતત બફરિંગ થવા સાથે સેલેરી અને ઈન્ટરેસ્ટ ઈન્કમ સંબંધિત પ્રિ-ફાઈલ્ડ ડેટાનું એકરૂપ ન હોવું, ઓટીપી પ્રાપ્ત ન થવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે

14 જૂલાઈ 2024ની સ્થિતિ પ્રમાણે લગભગ 2.7 કરોડ આઈટીઆર ફાઈલ કરવામાં આવી હતી. જે ગત વર્ષના સમાન સમયમાં ફાઈલ કરવામાં આવેલ રિટર્ન કરતાં 13 ટકા વધુ છે

ઈન્ફોસિસ દ્વારા ઈ-ફાઈલિંગ પોર્ટલ વિકસાવવામાં આવ્યું હતું, જે 2021થી કરદાતાઓ અને અન્ય હિતધારકોને ઈન્કમટેક્સ સંબંધી સેવાઓ માટે સિંગલ વિન્ડો એક્સેસ ઉપલબ્ધ કરાવે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button