ભારે આતુરતાની વચ્ચે આર્ટ ઓફ લિવિંગે તેની પહેલી વેબ સીરિઝ પ્રોડક્શન ‘આદી શંકરાચાર્ય’ નું ટ્રેલર લોન્ચ કર્યું, જે વૈશ્વિક માનવતાવાદી નેતા અને આધ્યાત્મિક ગુરૂ એવા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની ઉપસ્થિતિમાં દશેરાના શુભ દિને રજૂ કરવામાં આવ્યું હતું.
“સમય સાથે જ્ઞાનને પુનર્જીવિત કરવાની જરૂર પડે છે,” ગુરુદેવ કહે છે, “આદી શંકરાચાર્યએ જ્ઞાનને પુનર્જીવિત કર્યું હતું. તેમણે ભક્તિ, જ્ઞાન અને કર્મનો સમન્વય કર્યો હતો. તેમનો સંદેશ હતો કે જીવન દુઃખ ભર્યુ નથી પરંતુ આનંદપૂર્ણ છે.”
આ પ્રોડક્શન આદી શંકરાચાર્યના પ્રારંભિક જીવનના રસપ્રદ દર્શન રજૂ કરવાની બાંહેધરી આપે છે, જેમાં તેઓ ભારતમાં વિચરણ કરે છે અને આધ્યાત્મિક માન્યતાઓ અને પરંપરાઓને પુનર્જીવિત કરે છે, જે આજ સુધી ટકી રહી છે. સિરીઝના પ્રથમ સીઝનમાં 10 એપિસોડ હશે, દરેક આશરે 40 મિનિટના હશે અને તે આદી શંકરાચાર્યના જીવનના પ્રથમ આઠ વર્ષને આવરી લેશે.
આદી શંકરાચાર્ય એ ભારતીય ઇતિહાસનું એક મહત્વપૂર્ણ પાત્ર છે
“આદી શંકરાચાર્ય એ ભારતીય ઇતિહાસનું એક મહત્વપૂર્ણ પાત્ર છે, જેમનું નામ પ્રસિદ્ધ છે, પણ બધાને તેમની જીવનકથા વિશે જાણ નથી,” શ્રી શ્રી પબ્લિકેશન્સ ટ્રસ્ટના ટ્રસ્ટી નકુલ ધવન કહે છે, “તેમનું જીવન ટૂંકું પણ કિસ્સાઓથી ભરપૂર હતું, જેમાં તેમણે તે સમયગાળામાં દેશભરના લગભગ બધા જ પ્રદેશોમાં પગપાળા પ્રવાસ કર્યો હતો અને દેશના સાંસ્કૃતિક તારને એકસાથે જોડ્યું હતું. તેમની પ્રારંભ કરેલી પરંપરાઓ અને સંસ્થાઓ આજે પણ ટકી અને ખીલી રહી છે, અને તેઓ ભારતના સાંસ્કૃતિક પુનઃજાગરણના નિર્માતા છે.”
આ સીરિઝ મહાન આદી શંકરાચાર્યને શ્રદ્ધાંજલિ છે
આ પ્રોજેક્ટ અંગે વાત કરતા, દિગ્દર્શક ઓમકાર નાથ મિશ્રા કહે છે, “આ સીરિઝ મહાન આદી શંકરાચાર્યને શ્રદ્ધાંજલિ છે, જેમના જ્ઞાન, બુદ્ધિ અને આધ્યાત્મિક શક્તિએ રાષ્ટ્રને આકાર આપ્યો. જયારે ભારત 300 થી વધુ રાજ્યોમાં વિભાજિત હતું, ત્યારે આદી શંકરાચાર્યએ દેશભરમાં વિચરણ કરીને સનાતન ધર્મના ધ્વજ હેઠળ દેશને એક કર્યો હતો. ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પુનઃજાગરણમાં તેમનું યોગદાન અતિમૂલ્યવાન છે, અને અમે તેમનો જીવનપ્રસંગ આ સીરિઝ દ્વારા આધુનિક દર્શકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”
દશેરા જેવા મહત્વપૂર્ણ દિવસે આદી શંકરાચાર્યના ટ્રેલરના પ્રકાશન સાથે ભારતના આધ્યાત્મિક ભવિષ્યમાં ધમાકેદાર યાત્રાની શરૂઆત થઈ છે. આ સીરિઝ 1 નવેમ્બરથી આર્ટ ઓફ લિવિંગ એપ પર ઉપલબ્ધ થશે, જે દેશના મહાન નાયકની પ્રેરણાદાયી જીવનકથાને વૈશ્વિક દર્શકો સુધી પહોંચાડશે.
Source link