GUJARAT

C.R.Patilના ઓમર અબ્દુલ્લા પર ચાબખા, 370 હટી અને 70 ટકા હુમલા ઘટયા

સુરતના પાર્લેપોઇન્ટ ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી છે કાશ્મીર માંથી રદ કરાયેલ કલમ 370 અને 35A ફરી રીસ્ટોર કરવા વિધાન સભામાં કોંગ્રેસ અને નેશનલ કોંગ્રેસે ઠરાવ મુકાયો છે.જમ્મુ કાશ્મીર વિધાનસભાના ગેર બંધારણીય ઠરાવને લઈ ફરી મુદ્દો વકર્યો છે.જમ્મુ કાશ્મીર ની કલમ 370 અને 35A લઈ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ પત્રકાર પરિષદ યોજતા જણવાયું હતું કે,370 હટી અને 70 ટકા હુમલા ઘટયા છે.

આતંકવાદી હુમાલામાં ઘટાડો થયો

જમ્મુ કાશ્મીરમાં વિધાનસભામાં બનેલી ઘટના સંદર્ભે આ પત્રકાર પરિષદ બોલાવવામાં આવી છે,સાંસદ માં લીધેલા નિર્ણયને તોડવાનું કોંગ્રેસ કામ કરે છે.આમ તો બંધારણને તોડવું મરોડવું કોંગ્રેસનો સ્વભાવ છે.જમ્મુ કાશ્મીર ના લોકોને ખરા અર્થમાં સ્વતંત્રતા મળી છે તેમના અધિકાર છીનવી લેવામાં આવ્યા હતા ,દીકરીઓને પહેલા હક્ક અને અધિકાર મળતો ન હતો,પંરતુ 370 અને 35 એ સંદર્ભે લેવાયેલા નિર્ણય ને કોંગ્રેસ દ્વારા અવગણવામાં આવી 370 કલમ રદ કર્યા પછી આતંકવાદી હુમલામાં 70 ટકા ઘટાડો થયો છે.

લોકો આગળ વધવા માગે છે

આતંકવાદના બદલે દેશના વિકાસમાં સાથે જોડાઈ ને હવે ત્યાં ના લોકો આગળ વધવા માંગે છે,રાષ્ટ્રના વિકાસને અગ્રીમતા આપવામાં બદલે તોડવાનું કાર્ય કોંગ્રેસ કરી રહી છે,370 કલમ દૂર કરવાના કારણે આદિવાસી,દલિત સહિત દરેકને અધિકારો પ્રાપ્ત થયા છે,દરેક સમાજના અધિકારીઓને આપવામાં આવેલ અધિકારથી કોંગ્રેસ ને શું વાંધો છે ?આજે કોંગ્રેસ અને નેશનલ કોંગ્રેસનો ચહેરો સામે આવી ચૂક્યો છે. 70 ની કલમ રહેશે અને તે નહિ હટે તેવો હું વિશ્વાસ આપું છું.

કોંગ્રેસને દરેક વાતમાં વિરોધ

જમ્મુ કાશ્મીર માંથી 370 કલમ હત્યા બાદ સ્થાનિક લોકો મુખ્ય પ્રવાહમાં આવ્યા છે,હું મીડિયાના માધ્યમથી કોંગ્રેસને પૂછવા માંગુ છું કે કોગ્રેસ ને વાંધો શું છે લોકો ને તેમનો અધિકાર આપવામાં.કોંગ્રેસનો ઇતિહાસ આજે અહી પ્રદર્શિત થઈ રહ્યો છે.જેનો જવાબ દેશના લોકો કોંગ્રેસને આપશે.કોંગ્રેસ અને ગાંધી પરિવાર બંધારણ પ્રત્યે ક્યારેય વફાદાર રહ્યા નથી જમ્મુ કાશ્મીર સરકાર અને કોંગ્રેસ બંધારણને તોડવાનો પ્રયાસ જેથી કોંગ્રેસ ના મનની ઈચ્છા આજે પ્રદર્શિત થઈ છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button