ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળશે. આજે મળનાર કેબિનેટ બેઠકમાં અનેક મહત્વનાં વિષયો પર ચર્ચા કરવામાં આવશે. જેમાં ખાસ કરીને PMJAYમાં આરોગ્ય વિભાગની SOPને મંજૂરી મળશે.
ગાંધીનગર ખાતે મળનાર કેબિનેટની બેઠકમાં pm-JAY માં આરોગ્ય વિભાગ SOPને અંતિમ મંજૂરી આપશે. તેમજ કેન્સર, નીઓનેટલ અને જોઈન્ટ રીપ્લેસમેન્ટને લગતી sop જાહેર થશે. તેમજ બોગસ આયુષ્યમાન કાર્ડ કૌભાંડ અંગે પણ બેઠકમાં ચર્ચા થશે. રાજ્યમાં મગફળીની ટેકાના ખરીદ અંગે સમીક્ષા કરાશે. મગફળીની ધીમી ખરીદીને લઈને ફરિયાદો મળી હતી. બજેટ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પણ ચર્ચા થશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત પહેલા મહત્ત્વની અપડેટ સામે આવી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં મંત્રીઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે જવાબદારી સોંપવામાં આવી. કેબિનેટની બેઠકમાં મંત્રીઓને જિલ્લા પ્રમાણે જવાબદારી સોંપવામાં આવી. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થવાની સંભાવના છે.
Source link