GUJARAT

Ahmedabad: કાગડાપીઠમાં ઝડપાયું કોલ સેન્ટર, વિદેશીઓને ધમકી આપી પૈસા પડાવ્યા

અમદાવાદમાં કાગડાપીઠની ખોઝા સોસાયટીમાંથી કોલ સેન્ટર ઝડપાયું છે. અમેરિકન નાગરિકને કોલ કરી ધાક ધમકી આપતા હતા. ધાક ધમકી આપી આરોપીઓ પૈસા પડાવતા હતા. રેડ દરમિયાન આરોપી પાસેથી રૂ 31 લાખ મળી આવ્યા છે. આરોપી સલમાન ઉર્ફે રાજાની ધરપકડ કરવામાં આવી. અમદાવાદ શહેર ઝોન 6 LCB દ્વારા કોલ સેન્ટરનો ખુલાસો કરવામાં આવ્યો.

અમદાવાદમાંથી સાયબર માફિયાઓનું નેટવર્ક ઝડપાયું હતું

અમદાવાદ સાયબર ક્રાઈમને સાયબર ક્રાઈમના ગુનામાં સૌથી મોટી સફળતા મળી હતી. સામાન્ય રીતે સાયબર ક્રાઈમના ગુનાઓમાં સીમકાર્ડ, બેંક એકાઉન્ટ આપનાર કે રૂપિયાઓનું ટ્રાન્જેક્શન કરનાર આરોપીઓ પકડાતા હતા. પરંતુ પહેલીવાર 4 તાઈવાની નાગરિકોની ધરપકડ કરવામાં આવ્યા હતા. જે ચારેય આરોપીઓએ દેશમાં અલગ અલગ સેન્ટરો પર ડાર્ક રૂમ બનાવી ગણતરીની મિનિટોમાં જ કરોડો રૂપિયા યુએસડીટીમાં કન્વર્ટ થઈ શકે તેવી એપ્લિકેશન વિકસાવી હતી.

ડાર્કરૂમ બનાવી આરોપીઓ નેટવર્ક ઓપરેટ કરતા

આરોપીઓની આખી સિન્ડિકેટમાં દરેક વ્યક્તિને અલગ જવાબદારીઓ સોંપી હોવાનો ખુલાસો થયો છે. છેલ્લા બે મહિનામાં સાયબર ક્રાઈમે વડોદરા, દિલ્હી અને મુંબઈમાં રેડ કરી કુલ 13 આરોપીઓની ધરપકડ કરી જેમની તપાસ બાદ 4 તાઈવાની નાગરિકોની વિગત સામે આવી. જેમાં મુ ચી સંગ, ચાંગ હાવ યુન, વાંગ યુન વેઈ ઉર્ફે સુમોકા અને શેન વેઈ હાવ ઉર્ફે ક્રિશની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ ચારે આરોપીઓએ મુંબઈ, બેંગલોર, દિલ્હી અને વડોદરામાં ડાર્ક રૂમ બનાવ્યા હતા.

મિનિટોમાં છેતરપિંડીની રકમને ફેરવતા

ડાર્કરૂમની માધ્યમથી તેમણે બનાવેલી એપ્લિકેશનની મદદથી છેતરપિંડી કરી મેળવવામાં આવતી રકમ ગણતરીની મિનિટોમાં જ હવાલા અને બેન્ક એકાઉન્ટ થઈ યુએસડીટીમાં કન્વર્ટ કરવામાં આવતી. એટલું જ નહિ પણ છેતરપિંડી માટે કંબોડિયા, વિયેતનામ, લાવોશ અને મ્યાનમારમાં કોલ સેન્ટર શરૂ કરવામાં મદદરૂપ થયા હોવાનું સામે આવ્યું છે.

પોલીસની તપાસમાં આગળ મોટા ખુલાસા થવાની શક્યતા

આરોપીઓની પૂછપરછમાં એન્ડ્ર્યુ નામના એક ચાઈનીઝ માફિયાનું નામ મળ્યું છે. જે ગોલ્ડન ટ્રાય એન્ગલમાં ચાલી રહેલા આખા નેટવર્કને કંટ્રોલ કરે છે. આરોપી એન્ડ્ર્યુના માત્ર ચાઈનીઝ ક્રિમિનલ પરંતુ જોબ માટે આવતા સ્ટાફનું વેચાણ પણ કરે છે. જેથી ચારે આરોપીઓ પોતાના અને પરિવારની મોતના ભયે કંઈ પણ બોલવા તૈયાર નથી. ત્યારે આરોપીઓની તપાસમાં શું નવા ખુલાસા થાય છે અને સાયબર ક્રિમિનલનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તે પોલીસની આગળની તપાસમાં સામે આવી શકે છે.

આરોપીઓ સામે 450થી વધુ ગુના નોંધાયેલા

તાઈવાની આરોપીઓની પૂછપરછ કરતા હકીકત સામે આવી કે આરોપીઓ દિલ્હી અને બેંગ્લોરમાં સાયબર ક્રાઈમ માટે યુવકોને ભરતી કરવા તથા તેમણે આપેલી એપ્લિકેશનના મેન્ટેનન્સ અને એપ્લિકેશનના વેચાણ માટે આવ્યા હતા. ચાર તાઈવાની આરોપીની નીચે કામ કરતા 13 સ્થાનિક આરોપીઓની પણ અગાઉ સાયબર ક્રાઈમે ધરપકડ કરી હતી. જેમની પાસેથી પોલીસને 762 જેટલા સીમકાર્ડ, 120 મોબાઈલ, 9 રાઉટર, 96 ચેકબુક અને 50થી વધુ ડેબિટ કાર્ડ કબજે કર્યા હતા. સાથે જ ઝડપાયેલા આરોપીઓ અને તેમાં વપરાયેલા એકાઉન્ટની તપાસ કરતા એનસીઆરબીના રેકોર્ડ મુજબ 450 કરતાં વધુ ગુના નોંધાયા હોવાની હકીકત સામે આવી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button