સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલ કચ્છના નાના રણમાં નર્મદા કેનાલનું વેસ્ટ પાણી ફરી વળતા રણમાં મીંઠુ પકવતા અગરીયાઓના પાટા ધોવાયા છે અને રણ જાણે દરીયો હોય તેમ બેટમાં ફેરવાયુ છે અને મીઠુ પકવતા ગરીબ અગરીયાઓની મહેનત પર પાણી ફરી વળતા મીઠુ પકવતા ખેડૂત અગરીયાઓ કફોડી સ્થિતિમાં મૂકાયા છે.
અગરીયાઓને મોટું નુકસાન
કચ્છનું નાનુ રણ સુરેન્દ્રનગર જીલ્લામાં પણ પથરાયેલુ છે અને કચ્છનું નાનુ રણ સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી અને ધ્રાંગધ્રા તાલુકામાં આવેલ છે.રણમાં અગરીયાઓ કાળી મજૂરી કરી મીઠુ પકવતા હોય છે એક અંદાજ મુજબ દેશની કુલ ખપતનું 40% મીઠુ સુરેન્દ્રનગર જીલ્લામાં કચ્છના નાના રણમાં પકવવામાં આવે છે અગરીયાઓ ઠંડી, કે 50 ડીગ્રી તાપમાનમાં પણ રણમાં ઝુંપડામા રહી અને મીઠુ પકવતા હોય છે પરંતુ સરકારની અણ આવડત અને તંત્રની બેદરકારીનો ભોગ અગરીયાઓને છેલ્લા 15 વર્ષથી બનવુ પડે છે.
કેનાલનું ગંદુ પાણી ફરી વળ્યું
મોઢામાં આવેલ કોળીયો છીનવાઇ જાય છે.ધ્રાંગધ્રા અને પાટડી તાલુકાના નિમકનગર, કોપરણી, કુડા, ખારાઘોડા, સહિતના અંદાજે પાંચ હજાર અગરીયાઓ રણમાં પાટા ભરી મીઠાની ખેતી કરે છે.કચ્છના નાના રણમાં હાલ અગરીયાઓ એ પાટા ભરી મીંઠુ પકવેલ છે પરંતુ નર્મદા નિગમની કેનાલનું કરોડો લીટર પાણી કેનાલો ઓવરફલો થતા કે કેનાલમાં બકનળીઓ મુકતા કેનાલોનું પાણી રણમાં ફટાઇ છે અને આ પાણી ધીરેધીરે સમગ્ર રણમાં ફરી વળ્યુ છે અને જાણે રણ બેટમાં ફેરવાયુ છે અને અંદાજે ત્રણસો જેટલા મીઠાના પાટા પાણીમાં ગરકાવ થયા છે.
તંત્રના પાપે ખેડૂતને નુકસાન
અગરીયાઓની મહેનત પર પાણી ફરી વળ્યુ છે અને પકવેલુ મીઠુ ધોવાતા અગરીયાઓના મોઢામાં આવેલો કોળયો છીનવાયો હોય તેવો ઘાટ સર્જાયો છે જેથી અગરીયાઓએ માંગ કરી છે કે રણમાં નર્મદા કેનાલનું પાણી અમારી માટે અભિષાપ બન્યુ છે તો તાત્કાલિક નર્મદા નિગમના બાબુઓ તાત્કાલિક પાણી બંધ કરે નહી તો અગરીયાઓ પાયમાલ બની જશે હાલ રણમાં ચારેબાજુ પાણી જ પાણી ભરાતા રણ બેટમાં ફેરવાયુ છે પરંતુ હવે તંત્ર અગરીયાઓ ની વાહરે કયારે આવે છે તે જોવુ રહ્યું.
Source link