NATIONAL

Delhi: ભંગાર વેચી કેન્દ્ર સરકારે 650 કરોડની આવક કરી

સરકારે ઓક્ટોબર મહિના દરમિયાન હાથ ધરેલા વિશેષ સ્વચ્છતા અભિયાન દરમિયન ભંગાર વેચીને રૂપિયા 560 કરોડથી વધુ આવક રળી લીધી છે. શનિવારે એક સત્તાવાર નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2021થી 2024 દરમિયાન સરકારી કાર્યાલયોમાં હાથ ધરવામાં આવેલા વિશેષ સ્વચ્છતા અભિયાનો દરમિયાન ભંગાર વેચીને સરકારે રૂપિયા 2364 કરોડની આવક મેળવી છે.

કેન્દ્રીય કર્મચારી વિષયક રાજ્યપ્રધાન જિતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, ‘વિશેષ અભિયાન 4.0 હેઠળ સ્વચ્છતાને સંસ્થાગત બનાવવા અને સરકારી કાર્યાલયોમાં પડતર કેસોને ઘટાડવા માટે ભારતનું સૌથી મોટું અભિયાન હાથ ધરાયું હતું. તે દરમિયાન અનેક ઉપલબ્ધિ હાંસલ થઇ હતી. 2 થી 31 ઓક્ટોબર, 2024 દરમિયાન હાથ ધરવામાં આવેલા વિશેષ અભિયાન દરમિયાન સરકારને ભંગાર વેચીને રૂપિયા 650 કરોડની આવક થઇ છે. ઓક્ટોબર, 2024માં 5.97 લાખથી વધુ સ્થાને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તેને પરિણામ પ્રભાવશાળી કાર્યાલય ઉપયોગ માટે 190 લાખ વર્ગ ફુટ જગ્યા ખાલી થઇ શકી હતી. તે ખાલી થયેલા સ્થાનનો હવે બહેતર ઉપયોગ થઇ શકશે. દર વર્ષે અભિયાનનો વિસ્તાર થઇ રહ્યો છે. વર્ષ 2023માં 2.59 લાખ સ્થાને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વર્ષ 2024માં આ સંખ્યા વધીને 5.97 લાખ થઇ છે. અભિયાનનું નિયમન એક ખાસ પોર્ટલ પર થયું હતું.પડતર કેસોના નિકાલમાં મોટી સફળતા

જિતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે વિશેષ અભિયાન દરમિયાન પડતર કેસોના નિકાલ માટે પણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તેને પગલે કેન્દ્રીય સચિવાલયમાં પડતર કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મોટાભાગના વિભાગો અને મંત્રાલયે 90 થી 100 ટકા લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. તેમણે અભિયાનની આગેકૂચ માટે તમામ અધિકારીઓને તેને જીવનશૈલી સાથે સાંકળી લેવા અનુરોધ કર્યો હતો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button