સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ વિભાગ અને મહિલા-બાળ વિકાસ અધીકારીની કચેરી દ્વારા જિલ્લાની 11 ગર્લ્સ હાઈસ્કૂલને છાત્રાઓનું વધુમાં વધુ નામાંકન કરવા બદલ સન્માનીત કરાઈ હતી. આ તકે જેન્ડર ઈકવાલીટીનો કાર્યક્રમ પણ યોજાયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ લીધા બાદ દિકરીઓનું માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક વિભાગ તરફ શિક્ષણ ઘટતુ જતુ હતુ. ત્યારે બેટી બચાવો, બેટી પઢાઓ અભીયાન અંતર્ગત દિકરીઓનો શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશીયો ઘટે અને વધુમાં વધુ દિકરીઓ શિક્ષણ મેળવે તે માટે પ્રયાસો હાથ ધરાયા હતા. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ વિભાગ અને મહિલા-બાળ વકાસ અધિકારીની કચેરીના ઉપક્રમે શૈક્ષણીક વર્ષ 2024-25માં ધો. 9 અને 10માં 100 ટકા તથા ધો. 11-12માં 90 ટકા દિકરીઓનું નામાંકન કરનાર શાળાઓને સન્માનીત કરાઈ હતી. શહેરની એમ.પી.શાહ કોમર્સ કોલેજમાં યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, જિલ્લા શિક્ષણાધિકારી એ.એમ.ઓઝા, કોલેજના પ્રિન્સીપાલ ડી.આર.વાજાણી, મહિલા અને બાળ વિકાસ અધિકારી વી.એસ.શાહ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને મૂળીની એમ.ડી.આર. કન્યા વિદ્યાલય, લીંબડીની બી.એ.કન્યા વિદ્યાલય, ધ્રાંગધ્રાની એમ.ડી.એમ. કન્યા વિદ્યાલય, લખતરની એ.વી.ઓઝા કન્યા વિદ્યાલય, ચોટીલાની ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય, જોરાવરનગરની પી.જી.એન.એમ.એસ. ગર્લ્સ હાઈસ્કૂલ, વઢવાણની એમ.યુ.શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ, સરસ્વતી કન્યા વિદ્યાલય, કે.પી.ગર્લ્સ હાઈસ્કૂલ, આર.પી.પી. ગર્લ્સ હાઈસ્કૂલ, વિકાસ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્યને પ્રમાણપત્ર આપી સન્માનીત કરાયા હતા. આ તકે જેન્ડર ઈકવાલીટીનો કાર્યક્રમ પણ યોજાયો હતો.
Source link