કહેવાતા આબકારી નીતિ ગોટાળા સાથે સંકળાયેલા સીબીઆઈના કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ ઘટવાનું નામ લેતી નથી. આ કેસમાં હવે સીબીઆઈ તરફથી નવી સપ્લિમેન્ટરી ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે તેમાં સીબીઆઈએ આરોપ મક્યો છે કે જ્યારે નવી શરાબ નીતિ બનાવવાની શરૂઆત થઈ ત્યારથી અરવિંદ કેજરીવાલ તેમાં સામેલ હતાં.
તેઓ શરાબ નીતિના નિર્માણ અને તેમાં બદલાવ માટેના અપરાધિક કાવતરામાં સામેલ હતાં. નોંધનીય છે કે આ કેસમાં પાંચમી અને આખરી ચાર્જશીટ દાખલ કરવાની સાથે પોતાની તપાસને પૂર્ણ કરતાં કેન્દ્રીય એજન્સી સીબીઆઈએ આરોપ લગાવ્યો છે કે કેજરીવાલ પાસે પહેલેથી જ આબકારી નીતિનું ખાનગીકરણ કરવાનો પૂર્વ-નિર્ધારિત વિચાર હતો. જેને ભ્રષ્ટાચારના આરોપોના સામે આવ્યા બાદ રદ કરી દેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કેજરીવાલની જામીન અરજી પરના સુપ્રીમ કોર્ટે ચુકાદાને સુરક્ષિત રાખ્યો હતો.
કેજરીવાલના માણસોએ હિતધારકો પાસેથી લાંચ માંગી હતી
માર્ચ 2021માં કેજરીવાલે પોતાના રાજકીય પક્ષ આમ આદમી પાર્ટી માટે આર્થિક સમર્થનની માંગ કરી હતી, જ્યારે સહ-આરોપી મનીષ સિસોદિયાની અધ્યક્ષતા ધરાવતાં જીઓએમ દ્વારા નીતિ તૈયાર કરવામાં આવી રહી હતી. સીબીઆઈએ આરોપ લગાવ્યો છે કે તેના નીકટના સહયોગી અને આરોપી વિજય નાયરના મીડિયા અને કોમ્યુનિકેશન ઇન્ચાર્જ દિલ્હી આબકારી વ્યવસાયના વિભિન્ન હિતધારકોનો સંપર્ક કરી રહ્યા હતાં. તેઓ હિતધારકોને અનુકૂળ આબકારી નીતિ બનાવવાના બદલામાં ગેરકાયદે લાંચની માંગ કરી રહ્યા હતાં.
Source link