અમદાવાદ શહેરમાં દિવાળીના પર્વ પહેલા જ AMCનું ફૂડ વિભાગ હરકતમાં આવ્યું છે અને શહેરમાં વિવિધ મીઠાઈ વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ફૂડ વિભાગના અધિકારીઓ બોડી વોર્ન કેમેરા સાથે તમામ વિસ્તારોમાં ચેકિંગ કરી રહ્યા છે.
તપાસમાં ક્ષતિ ના રહે તે માટે કેમેરા સાથે ચેકિંગ
તાજેત્તરમાં જ ફૂડ વિભાગના એક અધિકારીએ વસ્ત્રાપુર ગ્વાલિયા સ્વીટમાં ચેકીંગ કર્યું હતું અને બોડી વોર્ન કેમેરા સાથે આ અધિકારીએ ચેકિંગ હાથ ધર્યું હતુ. જેના દ્વારા ચેકિંગની કામગીરી લાઈવ પણ જોઈ શકાય છે. ત્યારે સેમ્પલ કલેક્ટ સહિતની બાબતોમાં કોઈ ક્ષતિના રહી જાય તેના માટે કેમેરા સાથે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂડ વિભાગના દરોડા
બીજી તરફ ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં પણ ફૂડ વિભાગે દરોડા પાડ્યા છે અને ભાવનગર મનપાના ફૂડ વિભાગે સતત 22 દિવસથી ખાદ્ય પદાર્થના વેચાણકર્તાઓ ઉપર કાર્યવાહી કરી છે. નવરાત્રિ અને દિવાળીના તહેવારોને પગલે ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવા મનપાના ફૂડ વિભાગે સઘન ચેકિંગ હાથ ધર્યું છે. મનપાના ફૂડ વિભાગે શહેરની અલગ અલગ દુકાનોમાંથી કુલ 185 ખાદ્યપદાર્થોના નમૂના લીધા હતા. દૂધ અને દૂધની બનાવટ, ઘી, મસાલા, પનીર, માવો, મીઠાઈ સહિતના નમૂના લેવામાં આવ્યા છે. આ ઉપરાંત મીઠાઈ, બરફી અને મીઠા માવા સહિત કુલ 185 જેટલા નમૂનાઓ લેવામાં આવ્યા છે. તમામ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લેવાયેલ તમામ નમુનાઓને તપાસ અર્થે અમદાવાદ અને વડોદરા લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે.
ગીર સોમનાથમાં 4977 કિલો અખાદ્ય તેલ પકડાયુ
ત્યારે ગીર સોમનાથમાં 4977 કિલો અખાદ્ય તેલ પકડાયુ છે. દિવાળી પહેલા આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરતા 4977 કિલો અખાદ્ય તેલના જથ્થાનો નાશ કરાવ્યો છે. આ સાથે જ 135 કિલો બગડેલા અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગની ટીમે 233 પેઢીઓ પર ચેકિંગ કરીને 260 જેટલા નમૂના લીધા હતા. જેમાં મીઠાઈ-ફરસાણની દુકાન, દૂધની ડેરીઓમાં ચેકિંગ કર્યું હતું. શંકાસ્પદ વસ્તુઓના સેમ્પલ હાલમાં તપાસ માટે લેબમાં મોકલાયા છે.
Source link