NATIONAL

Chhath Puja 2024: ગુજરાત સહિત દેશભરમાં આજથી છઠ પૂજાનો પ્રારંભ

છઠ પૂજા દર વર્ષે કારતક મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી સપ્તમી તિથિ સુધી ઉજવવામાં આવે છે. આ સમય દરમિયાન સૂર્યદેવ અને છઠ્ઠી મૈયાની પૂજા કરવામાં આવે છે. છઠ તહેવાર ખાસ કરીને બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશના ઘણા રાજ્યોમાં ઉજવવામાં આવે છે. આ તહેવાર વર્ષમાં બે વાર ઉજવવામાં આવે છે. ચૈત્ર શુક્લ પક્ષ ષષ્ઠીના દિવસે ઉજવાતા છઠ પર્વને ચૈતી છઠ કહેવામાં આવે છે અને કારતક શુક્લ પક્ષ ષષ્ઠીના દિવસે ઉજવાતા તહેવારને કાર્તિકી છઠ કહેવામાં આવે છે.

  • સુરતમાં 7 લાખ જેટલા ઉત્તરભારતીયો ઉજવશે છઠ પૂજા
  • તાપી નદીના કિનારે ઉજવાશે છઠ પૂજા
  • અમદાવાદમાં 2 લાખ જેટલા ઉત્તરભારતીયો મનાવશે પર્વ
  • વડોદરામાં 35 હજાર જેટલા ઉત્તરભારતીયો ઉજવશે પર્વ

તાપી નદીના કિનારે સુરતમાં 7 લાખ જેટલા ઉત્તરભારતીયો છઠ પૂજા ઉજવશે. અમદાવાદમાં 2 લાખ જેટલા ઉત્તરભારતીયો પર્વ મનાવશે. વડોદરામાં 35 હજાર જેટલા ઉત્તરભારતીયો પર્વ ઉજવશે. ગુજરાત સહિત દેશભરમાં આજથી છઠ પૂજાનો પ્રારંભ થઇ ગયો છે. લાખો ઉત્તર ભારતીયો આજથી આ મહાપર્વ ઉજવશે. આજથી 4 દિવસ ઊગતા-આથમતા સૂર્યની પૂજા કરાશે. નહાય ખાયથી લઈને સૂર્યોદયના અર્ધ્ય સુધી પૂજા કરવામાં આવે છે. છઠ પૂજાનું ઉત્તરભારતીયોમાં છઠ પૂજાનું અનેરું મહત્વ છે.

છઠ પૂજાનું અનેરું મહત્વ

પૌરાણિક કથાઓ અનુસાર છઠ પૂજાની શરૂઆત મહાભારતના સમયમાં થઈ હતી. સૌ પ્રથમ સૂર્ય પુત્ર કર્ણએ સૂર્યદેવની પૂજા શરૂ કરી. તે દરરોજ કલાકો સુધી પાણીમાં ઊભા રહીને સૂર્યની પૂજા કરતા હતા. સૂર્ય ભગવાનના આશીર્વાદથી તે એક મહાન યોદ્ધા બન્યો.

કેટલીક કથાઓમાં છઠનો તહેવાર દ્રૌપદી સાથે પણ જોડાયેલો છે. એવું માનવામાં આવે છે કે જ્યારે પાંડવોએ જુગારમાં પોતાનું સમગ્ર રાજ્ય ગુમાવ્યું ત્યારે માતા દ્રૌપદીએ છઠ વ્રત રાખ્યું હતું. વ્રતના પુણ્ય પરિણામને કારણે પાંડવોને તેમનું રાજપાઠ પાછું મળ્યું. આ રીતે છઠ વ્રતને સુખ અને સમૃદ્ધિ દાયક માનવામાં આવે છે.

આ ઉપરાંત એક એવી પણ પ્રચલિત કથા છે કે જ્યારે ભગવાન શ્રી રામે લંકાપતિ રાવણને યુદ્ધમાં હરાવ્યા હતા ત્યારે રામરાજ્યના દિવસે માતા સીતા અને ભગવાન શ્રી રામે કારતક શુક્લ ષષ્ઠીનું વ્રત કર્યું હતું અને સૂર્યદેવની પૂજા-અર્ચના કરી હતી. સપ્તમીના દિવસે સૂર્યોદય સમયે ફરી પૂજા-આરાધના કરીને સૂર્ય ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા.

છઠ પૂજામાં છઠ્ઠી મૈયા અને સૂર્યદેવની પૂજા-આરાધના

છઠ પૂજામાં છઠ્ઠી મૈયા અને સૂર્યદેવની પૂજા-આરાધનાનું અનેરું મહત્વ છે. છઠ્ઠી મૈયા એ સૂર્ય ભગવાનની બહેન છે. તેથી છઠ્ઠી મૈયાને પ્રસન્ન કરવા માટે સૂર્ય ભગવાનની પૂજા કરવામાં આવે છે. આ તહેવારના એક દિવસ પહેલા ઘરની સફાઈ કરવામાં આવે છે. ચારેય દિવસ સાત્વિક આહાર લેવામાં આવે છે. પહેલા દવસે ખરના હોય છે. બીજા દિવસે સૂર્યને સંધ્યા અર્ધ આપવામાં આવે છે અને ચોથા દિવસે સવારે ઉગતા સૂર્યને જળ અર્પણ કરવામાં આવે છે. એક ધાર્મિક માન્યતા છે કે છઠ વ્રત રાખવાથી ઘરમાં ધન, સુખ, સમૃદ્ધિ અને સંપન્નતા આવે છે. આ વ્રત સંતાન સુખ પ્રાપ્તિ માટે કરવામાં આવે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button