છત્તીસગઢના બાલોદ જિલ્લામાં દુઃખદ માર્ગ અકસ્માત થયો. ટ્રક અને કાર વચ્ચે જબરદસ્ત અથડામણ થતા 6 લોકોના મોત થયા જ્યારે 7 લોકો ઘાયલ થયા છે. આ ઘટના રાત્રે 12 વાગ્યે બની હતી. કારમાં 13 લોકો મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માત એટલે ભયંકર હતો કે કારના કૂરચેકૂરચા ઉડી ગયા. 6 લોકોના મોત થયા જેમાં 1 બાળક, 4 મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે.
છઠ્ઠીના કાર્યક્રમમાંથી પરત આવી રહ્યો હતો પરિવાર
પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી કલાકોની જહેમત બાદ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. કારમાં સવાર લોકો ડૌંડીમાં કુંભકાર પરિવારના ઘરે છઠ્ઠી કાર્યક્રમમાં હાજરી આપીને તેમના ગામ ગુરેડા પરત ફરી રહ્યા હતા. આ અકસ્માત ભાનુપ્રતાપપુર-દલ્લી રાજહરા મુખ્ય માર્ગ પર થયો હતો જે ડૌંડી પોલીસ સ્ટેશન વિસ્તાર ચૌરહાપાડાવમાં આવે છે.
કાર ચાલકને ભારે જહેમતે કાઢ્યો બહાર
અકસ્માત બાદ કાર ચાલક ખરાબ રીતે ફસાઈ ગયો હતો અને સ્થાનિક લોકો અને પોલીસની મદદથી કલાકોની મહેનત બાદ તેને બહાર કાઢ્યો હતો. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ડૌંડી લઈ જવામાં આવ્યા હતા અને તેમની ગંભીર સ્થિતિને જોતા તેમને ઉચ્ચ સારવાર કેન્દ્રમાં રીફર કરવામાં આવ્યા છે.
Source link