છોટા ઉદેપુર જિલ્લાના નાની સઢલી ગામ પ્રસૂતા મહિલાની પ્રસુતિ થાય બાદ મહિલાનું મોત થતાં રીફર કરવાંને લઇને પરિવારજનોએ હોસ્પિટલ ખાતે હોબાળો મચાવવાની ઘટના સામે આવી છે. ત્યારે હોસ્પિટલનું તંત્ર બચાવ માટે મહિલા જીવિત હતી અને તેની તબિયત વધુ લથડતાં રિફર કરી હોવાનું ગાણું ગાઈ રહ્યું છે.
છોટા ઉદેપુર જિલ્લાના નાની સઢલી ગામની દક્ષાબેન રવીન્દ્રભાઇ રાઠવાને ગત 23 ડિસેમ્બર ના રાત્રીના લગભગ 3 વાગ્યે પ્રસુતિની પીડા ઉપડતાં રંગપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે જે હાલ મોટી સઢલી સબ સેન્ટર ખાતે કાર્યરત છે ત્યાં લઈ જવાઈ હતી. અને તેની પ્રસુતિ ની રાહ જોવાઇ રહી હતી. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફરજ પરના ડોકટર તાલીમમાં ગાય હતા, ત્યારે અડધી રાત અને અકહો દિવસ વીત્યા બાદ દક્ષાબેન રાઠવાને સાંજે નોર્મલ પ્રસુતિ થઈ હતી. પરંતુ દક્ષાબેનને પ્રસુતિ બાદ લોગો વધુ નીકળતું હોવાનો દાવો હોસ્પિટલ તંત્ર દ્વારા કરીને તેને છોટા ઉદેપુર સિવિલ હોસ્પિટલ 108 મારફતે લઈ જવાઈ હતી,જ્યાં ફરજ પરના ડોકટરે દક્ષાબેન રાઠવાને મૃત જાહેર કરી હતી.
આ ઘટનાને દક્ષાબેનના પરિવારજનો હોસ્પિટલની બેદરકારીના કારણે દક્ષાબેન નું મૃત્યુ રહ્યું હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. અને તેઓ જણાવી રહ્યા છે કે દક્ષાબેનને પ્રસુતિ માટે લાવ્યા ત્યારે કોઈ ડોકટર હાજર ન હતા તેમ છતાં દાખલ કરીને પ્રસુતિ કરાવાઈ હતી. અને દક્ષાબેન પ્રસુતિ બાદ મૃત્યુ પામ્યા હતા તેમ છતાં તેઓને હોસ્પિટલની એમ્બ્યુલન્સ હોવા છતાં 108 બોલાવીને છોટા ઉદેપુર રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં ડોકટરે દક્ષાબેન એક કલાક પહેલા મૃત્યુ પામ્યા હોવાનું જણાવ્યું હતું.
આ મામલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોકટર પોતે પાંચ દિવસથી તાલીમમાં હોવાનું ગાણું ગાઈ રહ્યા છે.અને દક્ષાબેન ને પૂરતી સારવાર આપી હોવાનું અને તેઓને તબિયત વધુ ખરાબ થતાં છોટા ઉદેપુર રીફર કર્યા હોવાનું ગાણું ગાઈ રહ્યા હતા.મહત્વની વાત એ છે કે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોકટરની ગેરહાજરીમાં મહીલાની પ્રસુતી કરાવાઈ રહી છે.અને માનવીય ભુલના કારણે એક મહિલાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને એક દિવસના બલકે તેની માતા ગુમાવવાનો વારો આવ્યો છે.
આ મામલે ફરજ પરની અને સારવાર કરનાર સ્ટાફ નર્સ પણ મહિલા પ્રસૂતિ બાદ સારવાર માં યોગ્ય સહકાર આપતી ન હોવાનું અને મહિલાને પ્રસૂતિ બાદ રક્તસ્રાવ વધુ થતો હતો જેને લઇને અને જરૂર લાગતા ડોકટર સાથે ફોન પર વાત કરીને 108 બોલાવવા માટે ફોન. કરતા 108 સમયસર આવી શકી ન હતી અને મોડું થતા છોટા ઉદેપુર પહોંચવામાં મોડું થતા મહિલાનું મોત થયું હોવાનું જણાવ્યું હતું.
Source link