પ્રકાશના પર્વ દિવાળીના સમયમાં પણ સંખેડા બસ સ્ટેન્ડમાં સમયસર લાઈટો ચાલુ કરવામાં ન આવતા અંધકાર જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ આ અંધકારની વચ્ચે એસટી બસમાંથી ઉતરનાર મુસાફરોમાં ભયની લાગણી જોવા મળી રહી છે.
અઢી કરોડના ખર્ચે બનાવેલ સંખેડા બસ સ્ટેન્ડમાં ફરજ બજાવનારા ઉપર અધિકારીઓનો કંટ્રોલ ન હોવાથી આ બસ સ્ટેન્ડનો વહીવટ દિવસે દિવસે કથળી રહ્યો છે. એસટી બસો ઉપર સ્વચ્છ, સલામત, સમયબદ્ધ જેવા સુવાક્યો લખવા ખાતર જ લખ્યા હોય તેમ સંખેડા બસ સ્ટેન્ડની પરિસ્થિતિ ઉપરથી લાગી રહ્યું છે. કારણ કે, દિન દહાડે પશુના જમાવડાને લઈ મુસાફરોને અડચણની સાથે ગંદકીનો પણ સામનો કરવો પડી રહ્યો હોય સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે. સાંજે છ વાગ્યાના સમયમાં અંધકાર થવા છતાં લાઈટો ચાલુ કરાતા આ સમયે એસ ટી બસમાંથી ઉતરનાર મુસાફરોને જેમાં ખાસ કરીને મહિલાઓની સલામતીની ચિંતા થવા લાગે છે. જ્યારે બસ સ્ટેન્ડ કંટ્રોલ રૂમના કર્મચારી પોતાની નોકરીનો સમય પૂર્ણ થતા પહેલા જ રવાના થઈ જતા હોય છે. આમ એસ.ટી બસ પર લખાયેલ વાક્યો માત્ર દેખાડા સમાન સાબિત થઇ રહ્યાં છે.
Source link