Life Style

Child Care Tips : જો આ ટિપ્સ અપનાવશો તો બાળક ક્યારેય ફોન હાથમાં નહિ લે, માત્ર આટલું કામ કરો

જો તમે પણ તમારા બાળકોને મોબાઈલ આદત છોડાવવા માંગો છો. તો તમારે કેટલીક વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. દરરોજ માતા-પિતાની એક જ ફરિયાદ હોય છે કે, તેનું બાળક આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહે છે. કેટલાક એવા માતા-પિતા પણ છે કે, તેઓ પણ આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહે છે. પરિવાર તેમજ બાળકો સાથે ક્વોલિટી સમય પસાર કરવાને બદલે મોબાઈલની આદત લાગી જાય છે. આ જોઈ બાળકોને પણ મોબાઈલની ખરાબ આદત લાગી જાય છે.

કયારેક તો બાળકો ચોરી છુપીથી મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે. તો ચાલો આજે તમને જણાવીશું કે, તમે બાળકોને મોબાઈલની આદત છોડાવવા માટે કઈ વસ્તુઓનો સહારો લઈ શકો છો.

બાળકોને નાની ઉંમરમાં મોબાઈલ ફોન ન આપો

સૌથી પહેલી વાત તો તમે બાળકોને નાની ઉંમરમાં મોબાઈલ ફોન ન આપો. જ્યારે તમારું બાળક સાથે છે ત્યારે તમે પણ બને તેટલું મોબાઈલથી દુર રહો. કારણ કે, જો તમે મોબાઈલમાં રચ્યાપચ્યા રહેશો તો બાળક પણ તમને જોઈ મોબાઈલ હાથમાં લેશે.



અમીરોના ઘરોમાં લગાવવામાં આવે છે આ છોડ, જાણો લાભ



આ ભારતીય ક્રિકેટરો વિદેશી ટીમના રહી ચૂક્યા છે કોચ અને મેન્ટર



પાકિસ્તાનમાં આ ધર્મને છોડી રહ્યા છે સૌથી વધારે લોકો



નેશનલ હાઈવે પર મુસાફરી કરતા સમયે મળે છે આ સુવિધા, જાણો



માત્ર 1 મેચમાં પૂરી થઈ ગઈ સચિન તેંડુલકર-રાહુલ દ્રવિડની T20 કારકિર્દી



Curry Leaves Benefits: રોજ વાસી મોઢે મીઠા લીમડાના પાન ખાવાના 7 ચોંકાવનારા ફાયદા


એક્ટિવિટીમાં વ્યસ્ત રાખો

બાળકોને મોબાઈલથી દુર રાખવા માટે સૌથી સારો ઉપાય છે. તેને આઉટડોર ગેમ કે પછી એક્ટિવિટીમાં વ્યસ્ત કરો, તમે બાળકને સાઈકલિંગ માટે બહાર લઈ જઈ શકો છો.

ઈન્ટરનેટ કે પછી વાઈફાઈ બંધ કરી દો

તમારુ મોબાઈલમાં કામ પૂર્ણ થઈ જાય છે તો તમે ઈન્ટરનેટ કે પછી વાઈફાઈ બંધ કરી દો. આવું કરવાથી બાળક મોબાઈલનો ઉપયોગ કરશે નહિ. તમારા મોબાઈલમાં પાસવર્ડ નાંખી દો તેનાથી તમારું બાળક તમારી પરવાનગી વગર મોબાઈલ વાપરી શકશે નહિ.

બાળકને આરામથી સમજાવો

જો તમે બાળકના હાથમાં ફોન જુઓ છો તો જલ્દી છીનવી ન લો, આવું કરવાથી તમારું બાળક ગુસ્સે થશે, આરામથી સમજાવી તેની પાસેથી ફોન લો,

ટીવી જોવા માટે પણ સમય નક્કી કરો

ઘરમાં બાળકોને મનોરંજન માટે ટીવી, બુક વાંચવી, તેમજ સ્પીકર પર ગીત સંભળાવવા માટે પ્રેરિત કરો, તમારા બાળકોને સ્માર્ટ ટીવી જોવા માટે પણ સમય નક્કી કરી શકો છો. તેમજ બાળકોને ડ્રોઈંગ પણ કરાવી શકો છો.કેટલાક અભ્યાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, બાળકો વધારે મોબાઈલનો ઉપયોગ કરે છે. તો તેની આંખની રોશની પણ ઓછી થઈ શકે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button