નાના બાળકોને ચોક, પેન કે પછી દિવાલની ધુળ અથવા તો રમતા રમતા માટી ખાતા તમે જોયા હશે. બાળકોની આ આદતથી ઘરના લોકો ખુબ જ ચિંતામાં હોય છે, તો આજે અમે તમને જણાવીશું કે, બાળકો ક્યા કારણોસર માટી અને ચોક ખાય છે. માટી માત્ર નાના બાળકો નથી ખાતા કેટલાક યુવાનો પણ માટી ખાતા હોય છે. બાળકોને ભૂખ લાગી હોય ત્યારે માટી ખાય છે.
જો તમારું બાળક માટી ખાય છે
તમને જણાવી દઈએ કે, આ સમસ્યા બાળકોમાં કેટલાક પોષક તત્વો જેવા કે આયરન, ઝિંક અને કેલ્શિયમની ઉણપ હોવાના કારણે બાળકોને માટી જેવી વસ્તુઓ ખાવાની ઈચ્છા થતી હોય છે.નાના બાળકોને માટી ખાવાની આદત લોહની ઉણપની પણ એક નિશાની છે. ને કારણે પણ આ સમસ્યા સર્જાય છે.જો તમારું બાળક માટી ખાય છે, તો તમારે તેના માટે આયર્ન સપ્લિમેન્ટ લખવા માટે ડૉક્ટરને કહો. જો બાળકના પેટમાં કૃમિ હોય તો તેની સારવાર કરાવો. આ બે બાબતો તમારા બાળકને માટી ખાવાની આદતમાંથી મુક્તિ અપાવી શકે છે.
પથરીની સમસ્યા પણ થઈ શકે
જે બાળકો માત્ર દુધનું સેવન કરે છે, તેને પ્રોટીન, કેલ્શિયમ જેવા તત્વો મળે છે આયરન મળતું નથી. એટલા માટે બાળકોને માત્ર દુધ જ નહિ પરંતુ કઠોળ, શાકભાજી પણ આપવા જોઈએ જેનાથી તેના શરીરમાં આયરનની ઉણપ ઓછી થશે. બાળકો માટી ખાશે નહિ.માટી અને ચોક ખાવાથી પેટમાં કૃમિ પણ થઈ શકે છે. જેના કાણે પથરીની સમસ્યા પણ થઈ શકે છે. એટલા માટે જરુરી છે કે, બાળકને આ આદત છોડાવવી જોઈએ.બાળકને આયર્ન, ફોલિક એસિડ અને વિટામિન B12 યુક્ત પૌષ્ટિક આહાર આપો. માટી ખાવાથી બાળકો કૃપોષણનો શિકાર બને છે. તેમજ માટી ખાવાથી બાળકોના દાંતને પણ નુકસાન થાય છે.
જો તમારા બાળકોને માટી ખાવાની આદત છોડાવવી છે તો બાળકોને કેળા અને મઘ મિક્સ કરીને આપો. કેળામાં ફાઈબર ભરપુર માત્રામાં હોય છે. જેનાથી તેનું પેટ મોડે સુધી ભરેલું લાગશે અને બાળકોને માટી ખાવાની ઈચ્છા નહિ થાય.અડધી ચમચી અજમાના પાવડર નવશેકા પાણી સાથે રાત્રે બાળકને આપો. તેનાથી માટી ખાવાની આદત છૂટી જશે.
Source link