- અમેરિકા 1,100 ગોલ્ડ સાથે ટોચના સ્થાને, ભારતે માત્ર 10 ગોલ્ડ મેળવ્યા
- ચીને ટેબલટેનિસ ઇવેન્ટના તમામ પાંચ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા
- ભારતે ઓલિમ્પિકમાં કુલ 10 ગોલ્ડ સાથે 41 મેડલ્સ જીત્યા
ચીને ઓલિમ્પિક ઇતિહાસમાં 300 ગોલ્ડ મેડલ પૂરા કરવાની ગોલ્ડન સિદ્ધિ હાંસલ કરી હતી. ચીને પેરિસ ઓલિમ્પિકમાં વિમેન્સ ટેબલટેનિસ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ હાંસલ કરીને આ માઇલસ્ટોન પાર કર્યો હતો.
આ પહેલાં વિશ્વના માત્ર બે દેશના નામે ઓલિમ્પિકમાં 300 પ્લસ ગોલ્ડ મેડલ નોંધાયેલા છે. ચીને પેરિસ ઓલિમ્પિકની ટેબલટેનિસ ઇવેન્ટના તમામ પાંચેય ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા છે. 1988માં ટેબલટેનિસને ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવી હતી અને ગેમ્સના ઇતિહાસમાં ચીને આ ઇવેન્ટમાં 42માંથી 37 ગોલ્ડ જીત્યા છે. 128 વર્ષના ઓલિમ્પિક
ઇતિહાસમાં અમેરિકાએ 1,100 ગોલ્ડ મેડલ જીત્યા છે. સર્વાધિક ઓલિમ્પિક ગોલ્ડ જીતવાના મામલે રશિયાએ (395) બીજા ક્રમે તથા ચીન ત્રીજા ક્રમે છે. બ્રિટન ચોથા ક્રમે છે જેણે 299 ગોલ્ડ મેડલ જીત્યા છે. ફ્રાન્સ 239 ગોલ્ડ સાથે પાંચમા ક્રમે છે. ભારતે ઓલિમ્પિકમાં કુલ 10 ગોલ્ડ સાથે 41 મેડલ્સ જીત્યા છે.
Source link