- રાજકોટથી ચોટીલા તરફ આવતા રોડને થોડીવાર માટે એક સાઈડ બંધ કરવામાં આવ્યો હતો
- અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી અને કામગીરી કરીને વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો
- ચોટીલા-રાજકોટ હાઈવે પર બામણબોર નજીક રોડ થયો અદ્ધર
ચોટીલા રાજકોટ હાઈવે પર બામણબોર નજીક રોડ 3 ફૂટ જેટલો ઉંચો થયો છે. ત્યારે મેઈન હાઈવે રોડ પર રોડ અદ્ધર થઈ જતાં વાહન વ્યવહારને મોટી અસર પડી છે. લેન્ડ સ્લાઈડના કારણે આ રોડ ઉંચો થઈ ગયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
થોડીવાર માટે રોડ બંધ કરવામાં આવતા વાહન વ્યવહારને મોટી અસર પડી
હાલ રાજ્યમાં ચારે તરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બામણબોર નજીક લેન્ડ સ્લાઈડ થવાના કારણે રોડ ઉંચો થઈ ગયો છે. રાજકોટથી ચોટીલા તરફ આવતા રોડને થોડીવાર માટે એક સાઈડ બંધ કરવામાં આવ્યો હતો, જેના કારણે વાહન વ્યવહારને ભારે અસર પડી હતી, કારણ કે થોડીવાર માટે રોડ બંધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ફરી ખોલવામાં આવ્યો હતો. ત્યારે આ ઘટના બનતા તંત્રને તાત્કાલિક જાણ કરવામાં આવતા, તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી અને કામગીરી કરીને વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો.
વરસાદને પગલે રાજ્યના અનેક રસ્તાઓ કરાયા બંધ
રાજ્યમાં આજે મૂશળધાર વરસાદના કારણે વાહન વ્યવહાર પર સૌથી મોટી અસર પડી છે. ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે ગુજરાતના 22થી વધારે સ્ટેટ હાઈવે બંધ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં ST બસના કુલ 433 રૂટ રદ કરવામાં આવ્યા, સાથે જ 2,081 ટ્રીપ રદ કરવામાં આવી. સૌથી વધારે મહીસાગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરત અને વલસાડની એસટી બસની ટ્રીપ અને રૂટ રદ કરવામાં આવ્યા છે. ત્યારે રાજ્યમાં 1 નેશનલ હાઈવે, અન્ય 34 સ્ટેટ હાઈવે, અન્ય 44 રોડ અને 557 પંચાયત સહિત કુલ 636 રસ્તાઓ પર અવરજવર બંધ છે.
મહીસાગરના લુણાવાડામાં બસ સ્ટેન્ડમાં 200થી વધુ મુસાફરો અટવાયા
મહીસાગર જિલ્લામાં ફરી એકવાર વરસાદ શરુ થતાં લુણાવાડાના બસ સ્ટેન્ડમાં 200 મુસાફરો અટવાયા છે. હાલમાં આ તમામ મુસાફરોને પોલીસે ફૂડ પેકેટ આપ્યા છે અને નજીકની હોટલમાં રહેવા માટેની વ્યવસ્થા કરી આપી છે.
Source link