સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડે એક વકીલનો ઉધડો લઈ લીધો હતો. વકીલે જ્યારે કહ્યું કે તેણે કોર્ટ આદેશની જાણકારી કોર્ટ માસ્ટર પાસેથી મેળવી લીધી તે સાંભળીને મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડ નારાજ થઈ ગયા હતા. મુખ્ય ન્યાયમૂર્તિએ વકીલનો ઉધડો લેતાં કહ્યું કે વકીલોએ કોર્ટની મર્યાદાનું ધ્યાન રાખવું જોઈએ.
ચીફ જસ્ટિસે કહ્યું કે,’મેં કોર્ટમાં શું આદેશ આપ્યો છે તે કોર્ટ માસ્ટરને પૂછવાની તમારી હિંમત કઈ રીતે થઈ? કાલે તમે મારા ઘેર આવીને મારા અંગત સચિવને પૂછશો કે હું શું કરી રહ્યો છું? વકીલોને કોઈ સમજ છે કે નહીં?’ ચીફ જસ્ટિસે આવી ભૂલ બીજી વાર નહીં કરવાની ચેતવણી આપતાં કહ્યું કે,’મારી પાસે હવે થોડો સમય છે. હજી પણ જે થોડા સમય તો થોડા સમય માટે હું ચીફ જસ્ટિસ છું.’ તેમણે કહ્યું કે 10 નવેમ્બરે તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે. મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રચૂડ આ પહેલાં પણ અનેક વાર વકીલોને નિયમોનું પાલન નહીં કરવા બદલ અને અમર્યાદિત વ્યવહાર કરવા બદલ ઠપકો આપી ચૂક્યા છે. આ સપ્તાહની શરૂઆતમાં જ આવી ઘટના સામે આવી હતી. એક વકીલ સુનાવણી વખતે અંગ્રેજીમાં ‘યા’ ‘યા’ બોલી રહ્યા હતા. ચીફ જસ્ટિસે તેમને ટોકતાં કહ્યું હતું કે ‘આ કોઈ કોફી શોપ નથી. યા નહીં યસ કહો.’ આ પહેલાં ચૂંટણી બોન્ડ સંબંધી કેસની સુનાવણી કરતાં પણ ચીફ જસ્ટિસ નારાજ થયા હતા.
Source link