છત્તીસગઢના નારાયણપુર જિલ્લાના દક્ષિણ અબુઝમાદ વિસ્તારમાં આજે સુરક્ષા દળો સાથેની અથડામણમાં 7 નક્સલવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ તમામ નકસલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે, જેમાં ટોચના નક્સલવાદીનો મૃતદેહ પણ સામેલ છે, જે રેડ મિલિટન્ટ્સની સેન્ટ્રલ કમિટિનો ભાગ હતો.
સર્ચ ઓપરેશન હજુ ચાલુ
સુરક્ષા દળોના જણાવ્યા મુજબ સવારે 3 વાગ્યાથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ગોળીબાર થઈ રહ્યો છે. નારાયણપુર, દંતેવાડા, જગદલપુર અને કોંડાગાંવ જિલ્લાઓની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડની સંયુક્ત ટીમ દક્ષિણ અબુઝમાદ વિસ્તારમાં નક્સલ વિરોધી સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. CRPFના સૂત્રોના જણાવ્યા અનુસાર સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે.
થઈ રહ્યું છે ફાયરિંગ
મળતી માહિતી મુજબ એન્કાઉન્ટરમાં સેન્ટ્રલ કમિટી લેવલના એક નક્સલીને ઠાર કરવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગુરુવારે સવારે 3 વાગ્યાથી બંને બાજુથી ફાયરિંગ યથાવત છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે નક્સલ વિરોધી સર્ચ ઓપરેશનમાં મંગળવારે નારાયણપુર, દંતેવાડા, જગદલપુર, કોંડાગાંવ જિલ્લાના જિલ્લા રિઝર્વ ગાર્ડની સાથે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની સંયુક્ત પાર્ટી દક્ષિણ અબુઝમાદ વિસ્તાર માટે રવાના થઈ હતી.
7 નક્સલીઓને કરાયા ઠાર
એસપી પ્રભાત કુમારે જણાવ્યું કે હાલમાં વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 15 ડિસેમ્બરે બસ્તરની મુલાકાતે છે. અમિત શાહની બસ્તરની મુલાકાત પહેલા સુરક્ષા દળોએ અબુઝહમદ વિસ્તારમાં 7 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. બસ્તરના આઈજી સુંદરરાજ પીએ આ વાતની પુષ્ટિ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે હજુ પણ બંને બાજુથી ફાયરિંગ યથાવત છે.
અમિત શાહ 15 ડિસેમ્બરે બસ્તર આવશે
તમને જણાવી દઈએ કે 15 ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બસ્તરની મુલાકાત લેશે. આ દરમિયાન પોલીસને માડ વિસ્તારમાં મોટી સંખ્યામાં નક્સલવાદીઓ હાજર હોવાની માહિતી મળી હતી. આ માહિતીના આધારે ઓપરેશન માટે 4 જિલ્લામાંથી 1000થી વધુ સૈનિકોને ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ગુરુવારે સવારે 3 વાગ્યે સૈનિકો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ, જેમાં જવાનોએ જવાબી કાર્યવાહી કરીને 7 નક્સલવાદીઓને ઠાર કર્યા છે.
Source link