જમ્મૂ કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરના રામપુર વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ છે, જેમાં એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો છે. એક ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું કે સુરક્ષા દળોએ સોપોરમાં એક આતંકવાદીને ઠાર કર્યો છે.
એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર
જો કે અત્યાર સુધી આ આંતકવાદીની ઓળખ થઈ નથી. પોલીસનું કહેવું છે કે હાલમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે અને એવી આશંકા છે કે બે-ત્રણ આતંકવાદીઓ આ વિસ્તારમાં છુપાયેલા છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરક્ષા દળોની સંયુક્ત ટીમે સંદિગ્ધ સ્થળ તરફ શોધખોળ વધારી દીધી અને તરત જ છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કરી દીધો, ત્યારબાદ એન્કાઉન્ટર ચાલુ થઈ ગયું. ટોચના પોલીસ અધિકારીએ એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર થયો હોવાની પુષ્ટિ કરી છે, જો કે હાલમાં આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.
સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અંધાધૂંધ ગોળીબાર
અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે સુરક્ષા દળોની સંયુક્ત ટીમોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું, ત્યારે એન્કાઉન્ટર શરૂ થયું. તેમણે કહ્યું, “સર્ચ ઓપરેશન દરમિયાન શંકાસ્પદ સ્થાન તરફ આગળ વધ્યા, ત્યારે છુપાયેલા આતંકવાદીઓએ તેમના પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો અને તેની જવાબી કાર્યવાહી કરવામાં આવી.
કાશ્મીર ઝોન પોલીસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું, “બારામુલ્લાના રામપોરા સોપોર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગેના ચોક્કસ ઈનપુટ પર કાર્યવાહી કરીને, પોલીસ અને સુરક્ષા દળો દ્વારા સંયુક્ત આતંકવાદ વિરોધી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન ગોળીબાર પણ થયો હતો. જો કે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યારે ફાયરિંગમાં એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો.
સોપોરમાં બે દિવસમાં બીજી વખત એન્કાઉન્ટર
તમને જણાવી દઈએ કે છેલ્લા બે દિવસમાં સોપોરમાં આ બીજુ એન્કાઉન્ટર છે. આ એન્કાઉન્ટર 7 નવેમ્બરના રોજ જિલ્લાના સાગીપોરા વિસ્તારમાં શરૂ થયું હતું. શુક્રવારે સોપોરમાં લશ્કરના બે વિદેશી આતંકવાદીઓ માર્યા ગયા હતા. ગયા અઠવાડિયે પાકિસ્તાનના ટોચના લશ્કર કમાન્ડર ઉસ્માન ઉર્ફે છોટા વાલીદ શ્રીનગરના ખાનયાર વિસ્તારમાં એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. અથડામણમાં 4 સુરક્ષાકર્મીઓ પણ ઘાયલ થયા છે. ગોળીબારમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના 2 જવાન અને 2 પોલીસકર્મી ઘાયલ થયા હતા.
Source link